Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વિવિધ વેપારી એસો. સંગઠીત થયા, રાહત પેકેજ અંગે કરશે રજૂઆત

VADODARA : વડોદરા (VADODARA) માં માનવસર્જિત ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાં લોકોને સહાય કરવા માટે ગતરોજ રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાંથી પેકેજની જાહેરાત કરી છે. પરંતુ તેમાં મોટા વેપારીઓની બાદબાકી કરી દેવામાં આવી હોવાની વાત વિવિધ એસો.ના અગ્રણીઓ સુધી પહોંચી હતી....
vadodara   વિવિધ વેપારી એસો  સંગઠીત થયા  રાહત પેકેજ અંગે કરશે રજૂઆત

VADODARA : વડોદરા (VADODARA) માં માનવસર્જિત ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાં લોકોને સહાય કરવા માટે ગતરોજ રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાંથી પેકેજની જાહેરાત કરી છે. પરંતુ તેમાં મોટા વેપારીઓની બાદબાકી કરી દેવામાં આવી હોવાની વાત વિવિધ એસો.ના અગ્રણીઓ સુધી પહોંચી હતી. આજે પાંચ જેટલા મોટા વેપારી એસો. દ્વારા એકત્ર થઇને વેપારીઓના પ્રશ્ને મુખ્યમંત્રીને રજુઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

વિવિધ ટેક્સમાં સુધારાનો વિરોધ કરવા અમે ભેગા થયા હતા

આજની બેઠક અંગે વડોદરા વેપાર વિકાસ મંડળના અગ્રણી પરેશ શાહે જણાવ્યું કે, વડોદરા શહેર દેશમાં નસીબદાર શહેર છે, જ્યારે જ્યારે ઉદ્યોગકારોને તકલીફ પડી છે, ત્યારે તમામ એસો. ભેગા થઇને મદદ કરે છે. વિવિધ ટેક્સમાં સુધારાનો વિરોધ કરવા અમે ભેગા થયા હતા. આજે 9 વર્ષ પછી વડોદરામાં માનવસર્જિત પૂર આવ્યું છે, તેમાં વેપારીઓની કરોડો રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે. તેમાં કેવી રીતે તમામને રાહત મળે તે માટે અલગ અલગ એસો. સંગઠીત કરીને સંગઠન બનાવ્યું છે.

પાંચ એસો. ભેગા મળીને પ્રામાણીકતા પૂર્વક રજુઆત કરવા જઇ રહ્યા છે

વધુમાં તેમણે જણાવ્યું કે, ગતરોજ મુખ્યમંત્રી દ્વારા મોકલવામાં આવેલા પરિપત્રમાં ઘણાબધા બદલાવની જરૂરીયાત છે. તે બદલાવ માટે અમે મુખ્યમંત્રીને રજુઆત કરવા જઇ રહ્યા છે. અમારી રજુઆતોમાં સરવેની ટીમમાં અમારા સભ્યોનો સમાવેશ, અસરગ્રસ્ત વેપારીઓને વળતર મળે તેવું CM ને જણાવવા જઇ રહ્યા છે. વેપારીઓ માટે તાત્કાલીક પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી અમારી માંગ રહેશે. પાંચ એસો. ભેગા મળીને પ્રામાણીકતા પૂર્વક રજુઆત કરવા જઇ રહ્યા છે. આ મામલાનો સુખદ અંત આવશે, અને વેપારીઓને સારૂ વળતર મળશે તેવી અમને ખાતરી છે.

Advertisement

બોર્ડમાં વેપારી મંડળના પ્રતિનિધિઓને સામેલ કરો

વીસીસીઆઇ અગ્રણી હિમાંશુ પટેલે જણાવ્યું કે, આજે સંયુક્ત મીટિંગ રાખવામાં આવી હતી. ગઇ કાલે જારી કરવામાં આવેલા સહાય પેકેજના સંદર્ભે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય એવો હતો કે, વેપારી એસો.ની લાગણી હતી કે, ઉદ્યોગોનું કોઇ નામોનિશાન નથી. ઉદ્યોગોને કોઇ સહાય આપવામાં આવી નથી. તે વાત સંપૂર્ણ સાચી છે. તેની માંગ કરવી જોઇએ. સાથે સાથે સહાયના પાંચ મુદ્દાઓ સરકારે રજુ કર્યા છે. તેના બોર્ડમાં વેપારી મંડળના પ્રતિનિધિઓને સામેલ કરો તેવી માંગ કરો, જેનાથી સુચારૂ રૂપે તે સહાય પૂર ગ્રસ્તો સુધી પહોંચાડી શકાય. મોટી અને પાકી દુકાનો માટે લોન સહાયની વાત છે, તે વગર વ્યાજે લોન આપે. અને હાલની લોનમાં માફી આપવામાં આવે તેની માંગ છે. મુખ્યમંત્રીને મળીને રજુઆત કરવા અંગે બેઠકમાં ઠરાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : ડેન્ગ્યૂના કેસો વધ્યા, SSG હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરાયો

Advertisement

Tags :
Advertisement

.