ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : "ચોર આવ્યા" ની વાતો વહેતી થતા પોલીસ દોડતી રહી

VADODARA : વડોદરા શહેર-જિલ્લા (VADODARA CITY-RURAL) માં ચોર આવ્યાની અફવાહને લઇને માહોલ તંગ બની રહ્યો છે. જિલ્લામાં કેટલીક જગ્યાએ તો નિર્દોષ લોકો ગ્રામજનોની શંકાનો ભોગ બની રહ્યા છે. ત્યારે શહેરમાં પણ આવી જ સ્થિતી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોર...
07:04 PM Oct 10, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા શહેર-જિલ્લા (VADODARA CITY-RURAL) માં ચોર આવ્યાની અફવાહને લઇને માહોલ તંગ બની રહ્યો છે. જિલ્લામાં કેટલીક જગ્યાએ તો નિર્દોષ લોકો ગ્રામજનોની શંકાનો ભોગ બની રહ્યા છે. ત્યારે શહેરમાં પણ આવી જ સ્થિતી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોર આવ્યા છે ચોરની બુમો પાડીને લોકોને ભયમાં રાખવાના પ્રયાસો કરવામાં આવતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જે તમામ કિસ્સાઓમાં પોલીસ દ્વારા ખરાઇ કરવામાં આવતા અફવાહ નિકળ્યા હતા. પોલીસ દ્વારા કોઇ પણ શંકાસ્પદ જણાય તો તુરંત 100 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

ચોર આવ્યા અંગેની વર્ધી લખાવવામાં આવે છે

હાલ વડોદરા સહિત દેશભરમાં નવરાત્રી પર્વની ઉજવણી ચાલી રહી છે. તેવામાં વડોદરા પોલીસ દ્વાા કાયદો અને વ્યવસ્થા તથા લોકોની સુરક્ષા જાળવવા માટે વિસ્તૃત બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી સુભાષનગર ઝુપડપટ્ટી, અકોટા, કોયલી, જવાહરનગર, મન્સુરી કબ્રસ્તાન, કુંભારવાડા, આજવા રોડ, બાપોદ, તરસાલી, મકરપુરા વિસ્તારમાં કોઇ અજાણ્યા શખ્સ દ્વારા ચોર આવ્યા છે ચોર, તેવી બુમ પાડીને આજુબાજુમાં રહેતા લોકોને એકત્ર કરવામાં આવે છે. અને બાદમાં 100 નંબર પર ફોન કરીને ચોર આવ્યા અંગેની વર્ધી લખાવવામાં આવે છે. આ અંગે સંબંધિત પોલીસ મથકના જવાનો દ્વારા તપાસ કરવામાં આવતા આ માહિતી ખોટી હોવાનું જણાયું હતું. તપાસ કરતા કોઇ શકમંદ કે ચોર મળી આવ્યો ન્હતો. આવા સંજોગોમાં કોઇ ગરીબ, શ્રમજીવી તથા ભિખારીને રાહદારીઓ ચોર સમજીને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી શકે તેમ છે.

શહેરમાં પ્રવેશવાના 21 માર્ગો પર ચેક પોસ્ટ કાર્યરત

વડોદરા પોલીસ દ્વારા શહેરવાસીઓની સુરક્ષા માટે ડીસીપી કક્ષાના અધિકારીની દેખરેખ હેઠળ પીસીબી, એસઓજી, ડીસીબી, મહિલા પોલીસ, એસઆરપીએફ, હોમ ગાર્ડની તૈનાતી કરવામાં આવી છે. અને પીસીઆર વાન દ્વાર નિરંતર પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત શહેરમાં પ્રવેશવાના 21 માર્ગો પર ચેક પોસ્ટ કાર્યરત છે. સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાની મદદથી સીસીસી સેન્ટરથી રાઉન્ડ ધી ક્લોક દેખરેખ રાખવામાં આવી રહી છે.

કોઇ પણ રીતે કાયદો હાથમાં લેવો હિતાવહ નથી

પોલીસ દ્વારા અપીલ કરાઇ છે કે, અફવાહ ફેલાવનારા તત્વોથી દુર રહો. સ્થાનિક વિસ્તારમાં કોઇ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો કે અંગેની જાણકારી 100 નંબર પર ફોન કરીને પોલીસને આપો. કોઇ પણ રીતે કાયદો હાથમાં લેવો હિતાવહ નથી.

આ પણ વાંચો -- VADODARA : ભાયલી ગેંગ રેપ કેસના આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મેળવતી પોલીસ

Tags :
amonganycreatedfakefearfoundInformationnoPeoplepolicepresenceSuspectedtheftVadodara
Next Article