Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શ્રી ગણેશ ફેન્સી ઢોંસાના આઉટલેટની કિટલીમાં જીવતી ઇયળો ફરતી દેખાઇ

VADODARA : વડોદરા (VADODARA) માં શ્રી ગણોશ ફેન્સી ઢોંસા (Shree Ganesh Fancy Dhosa - VADODARA) ના વિવિધ આઉટલેટ આવેલા છે. તે પૈકી વાઘોડિયા - આજવા રોડ વિસ્તારમાં આવેલા બાપોદ તળાવ પાસેના આઉટલેટમાં ગતરાત્રે એક ગ્રાહક ઢોંસા ખાવા માટે પહોંચ્યો હતો....
vadodara   શ્રી ગણેશ ફેન્સી ઢોંસાના આઉટલેટની કિટલીમાં જીવતી ઇયળો ફરતી દેખાઇ

VADODARA : વડોદરા (VADODARA) માં શ્રી ગણોશ ફેન્સી ઢોંસા (Shree Ganesh Fancy Dhosa - VADODARA) ના વિવિધ આઉટલેટ આવેલા છે. તે પૈકી વાઘોડિયા - આજવા રોડ વિસ્તારમાં આવેલા બાપોદ તળાવ પાસેના આઉટલેટમાં ગતરાત્રે એક ગ્રાહક ઢોંસા ખાવા માટે પહોંચ્યો હતો. જેમાં તેને ઢોંસાની સાથે સંભાર માટેની કિટલી આપવામાં આવી હતી. જેમાંથી જોઇએ તેટલો સંભાર લેવાનો હતો. આ કિટલીના કિનારે બે જેટલી જીવતી ઇયળો સળવળતી જોવા મળી હતી. આખરે ગ્રાહકે આ અંગે મેનેજરને જાણ કરતા તુરંત તેણે કિટલી બદલાવી નાંખી હતી. પરંતુ ત્યાર બાદ ગ્રાહક જમ્યા વગર જ ત્યાંથી જતા રહ્યા હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.

Advertisement

શનિવારની સાંજ હોવાથી આઉટલેટમાં ભારે ભીડ હતી

વડોદરા સહિત રાજ્યભરમાં અવાર-નવાર રેસ્ટોરેન્ટ અને હોટલોમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય પ્રત્યે વર્તવામાં આવતી બેદરકારીના કિસ્સાઓ સામે આવતા રહે છે. કિસ્સાઓ સામે આવ્યા બાદ તંત્ર કાર્યવાહી પણ કરે છે. છતાં આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. તાજેતરમાં વડોદરામાં આવો જ વધુ એક કિસ્સો સપાટી પર આવવા પામ્યો છે. શહેરના વાઘોડિયા-આજવા રોડ પર બાપોદ તળાવ પાસે શ્રી ગણેશ ફેન્સી ઢોંસાનું આઉટલેટ આવેલું છે. ગતરોજ શનિવારની સાંજ હોવાથી આઉટલેટમાં ભારે ભીડ હતી.

કિટલીના કિનારે બે ઇયળો સળવળી રહી હતી

તેવામાં એક ગ્રાહકને ઢોંસાની જોડે સંભાર માટેની કિટલી આપવામાં આવી હતી. ગ્રાહકની નજર કિટલી પર પડતા જ તેની કિનારીએ કંઇક સળવળતું દેખાયું હતું. ત્યાર બાદ તેણે નજીકથી જોયું તો કિટલીના કિનારે બે ઇયળો સળવળી રહી હતી. આ જોતા જ ગ્રાહકનો ધ્રાસ્કો પડ્યો હતો. અને આ અંગે તુરંત મેનેજરને જાણ કરવામાં આવી હતી. મેનેજરે જોતા જ તુરંત કિટલી બદલાવી કાઢી હતી. પરંતુ ગ્રાહકને સંચાલકો પર ભરોસો ના બેસતા તેઓ જમ્યા વગર જ જતા રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બાદ આ વીડિયો વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થવા પામ્યો છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેવા પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : બ્રેઇન ડેડ વૃદ્ધાના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવું જીવન મળશે

Advertisement
Tags :
Advertisement

.