VADODARA : સમામાં પીવાના પાણીનો મુદ્દો રાજકીય બન્યો
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના સમા વિસ્તારમાં પાણી માટે વિરોધ (WATER CRISIS - VADODARA) કરતી મહિલાઓ જોડે પોલીસે ગેરવર્તણુંક (VADODARA POLICE MISBEHAVE) કરી હતી. આ ઘટના બાદ પોલીસે કોંગી અગ્રણી નિકુલ પટેલ (CONGRESS LEADER NIKUL PATEL) નો વીડિયો ગ્રુપમાં મુક્યો હતો. જેમાં તેઓ પોલીસની તરફેણ કરતા નજરે પડી રહ્યા હતા. જો કે, આ મામલે નિકુલ પટેલ દ્વારા પીઆઇ પર સનસનીખેજ આરોપ મુકવામાં આવી રહ્યા છે. જેમાં તેમણે જણાવ્યું કે, મને ગેરમાર્ગે દોરીને વીડિયો બનાવવામાં કહ્યું હતું. આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.
પોલીસના ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામાં આવી
વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી માટેનો કકળાટ સામે આવી રહ્યો છે. આ જ રીતે તાજેતરમાં વડોદરાના સમાં વિસ્તારમાં પાણી મામલે મહિલાઓ સોસાયટીમાં એકત્ર થઇને પોતાનો વિરોધ નોંધાવી રહી હતી. તે દરમિયાન હાજર પોલીસ કર્મીઓ દ્વારા બળપ્રયોગ કરીને મહિલાઓને પોલીસ ડબ્બામાં પુરવામાં આવી હતી. આ ઘટનાના પડઘા પડતા પોલીસના ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. આ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ કસુરવારો પર કાર્યવાહી કરવાની બાંહેધારી આપવામાં આવી છે.
પોલીસે કંઇક ખોટું કર્યું હોવા તરફ ઇશારો
આ ઘટનાક્રમ વચ્ચે ઘટનાની રાત્રે પોલીસ દ્વારા કોંગી અગ્રણી નિકુલ પટેલનો એક વીડિયો ગ્રુપમાં મુક્યો હતો. જેમાં તે પોલીસની કામગીરીની આડકતરી રીતે તરફેણ કરતા નજરે પડ્યા હતા. આ ઘટના બાદ આજે નિકુલ પટેલ ખુલીને સામે આવ્યા છે. તેમણે કહ્યું કે, પીઆઇ મનીષ રાઠોડે ખોટી રીતે મારો વીડિયો બનાવડાવ્યો હતો. મને ગેરમાર્ગે દોરીને વીડિયો બનાવવા કહ્યું હતું. નિકુલ પટેલનું આ નિવેદન પોલીસે કંઇક ખોટું કર્યું હોવા તરફ ઇશારો કરી રહ્યો છે. હવે આ મામલે તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : નેશનલ હેરાલ્ડ મુદ્દે વિરોધ પ્રદર્શનમાં ભાજપના નેતાનો ટપલીદાવ !