Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સમા વિસ્તારમાંથી સાડા દસ ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યૂ

VADODARA : વડોદરા (VADODARA) માં પૂરની સ્થિતી વચ્ચે સમા વિસ્તારમાં મહાકાય મગર દેખાતા લોકોમાં ભારે ફફડાટની લાગણી વ્યાાપી જવા પામી હતી. જે બાદ મગરને રેસ્ક્યૂ કરવા માટે હેમંતકુમાર વઢવાણાની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ગણતરીના સમયમાં ટીમ રેસ્ક્યૂ માટે પહોંચી...
vadodara   સમા વિસ્તારમાંથી સાડા દસ ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યૂ

VADODARA : વડોદરા (VADODARA) માં પૂરની સ્થિતી વચ્ચે સમા વિસ્તારમાં મહાકાય મગર દેખાતા લોકોમાં ભારે ફફડાટની લાગણી વ્યાાપી જવા પામી હતી. જે બાદ મગરને રેસ્ક્યૂ કરવા માટે હેમંતકુમાર વઢવાણાની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ગણતરીના સમયમાં ટીમ રેસ્ક્યૂ માટે પહોંચી હતી. અને ત્રણ કલાકની મહેનત બાદ મહાકાય મગરનું રેસ્ક્યૂ (CROCODILE RESCUE) કરવામાં સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

સ્થાનિકોમાં ફફડાટ પેંસી જવા પામ્યો

વડોદરામાં વન્યજીવ મગર અને માનવ વસ્તી નજીક નજીકમાં વસવાટ કરે છે. ખાસ કરીને ચોમાસાની રુતુમાં મગરો માનવ વસવાટ નજીક આવે છે. જો કે, વડોદરામાં સ્વયંસેવી સંસ્થાઓનું મજબુત નેટવર્ક હોવાના કારણે મગર અને માનવો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ સામે ઓછી આવે છે. હાલમાં વડોદરા પૂરની સ્થિતીમાંથી પસાર થઇ રહ્યું છે. તેવામાં કેટલાય વિસ્તારોમાં પૂરના પાણીમાં મગર ટહેલતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ વચ્ચે શહેરના સમા વિસ્તારમાં આવેલા અવસર પાર્ટી પ્લોટ પાસે મહાકાય મગર નિકળતા સ્થાનિકોમાં ફફડાટ પેંસી જવા પામ્યો હતો. આ મગર અંગે જાણીતા રેસ્ક્યૂઅર હેમંતકુમાર વઢવાણાને જાણ કરવામાં આવતા તેમની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી. અને મગરને રેક્સ્યૂ કરીને વન વિભાગને સોંપ્યો હતો.

Advertisement

મગરનું ત્રણ કલાકની મહેનત બાદ રેસ્ક્યૂ

હેમંતકુમાર વઢવાણાએ જણાવ્યું કે, અમે વર્ષોથી વન વિભાગ સાથે રહીને વન્યજીવોના રેસ્ક્યૂનું કાર્ય કરીએ છીએ. ગતરાત્રે અમને જાણ થઇ કે અવસર પાર્ટી પ્લોટ પાસે મહાકાય મગર નિકળ્યો છે. ત્યાર બાદ અમારા વોલંટીયર્સે સાથે રહીને સાડા દસ ફૂટના મગરને ત્રણ કલાકની મહેનત બાદ રેસ્ક્યૂ કર્યો છે. ઘૂંટણસમા પાણીમાં રોડ પર મગર આવી ગયો હતો. અને તેને સમયસર પકડી પાડવો ખુબ આવશ્યક હતો. અમે વન વિભાગને સાથે રાખીને મહાકાય મગરનું રેસ્ક્યૂ કર્યું છે અને તેને સલામત રીતે વન વિભાગને સોંપી દેવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટવાનું શરૂ, તંત્રને મોટી રાહત

Tags :
Advertisement

.