Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વહુ પાસેથી લોન અને ગાડીનો ખેલ પાડ્યા બાદ ભૂવાજી સસરાએ માતાજીની બીક બતાવી

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્ય મહિલા પોલીસ મથકમાં સાસરીયાઓ દ્વારા રૂપિયા અને ગાડીનો ખેલ પાડીને માતાજીના નામે ડરાવી સોનાના દાગીના પડાવી લેવાનો કિસ્સો નોંધાયો છે. આ મામલે પરિણીતાને કાઢી મુકતા આખરે તેણે સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે બાદ સમગ્ર...
vadodara   વહુ પાસેથી લોન અને ગાડીનો ખેલ પાડ્યા બાદ ભૂવાજી સસરાએ માતાજીની બીક બતાવી

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્ય મહિલા પોલીસ મથકમાં સાસરીયાઓ દ્વારા રૂપિયા અને ગાડીનો ખેલ પાડીને માતાજીના નામે ડરાવી સોનાના દાગીના પડાવી લેવાનો કિસ્સો નોંધાયો છે. આ મામલે પરિણીતાને કાઢી મુકતા આખરે તેણે સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે બાદ સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

બંનેના કોર્ટ મેરેજ થયા

વડોદરા ગ્રામ્યના મહિલા પોલીસ સ્ટેશનમાં પીડિત પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, કોમલબેન (નામ બદલ્યું છે) ટેક્સ મેનેજર તરીકે કામ કરે છે. તેઓના લગ્ન વર્ષ 2023 માં જયરાજસિંહ દાદુભાઇ ગઠવી જોડે થયા હતા. ત્યાર બાદ તેઓ અટલાદરા વિસ્તારમાં રહેતા હતા. બંનેના કોર્ટ મેરેજ થયા હતા.

ધંધો કરવા માટે પિયરથી પૈસા લાવવા માટે જણાવ્યું

કોર્ટ મેરેજ બાદ પતિ જયરાજસિંહ ગઠવી, તથા સસરા દાદુભા ગઠવી, સાસુ, શોભનાબેન ગઠવી, દિયર વિવેકદાન ગઠવીએ કોમલબેન સાથે ત્રણ મહિના જેટલો સમય સારો વ્યવહાર કર્યો હતો. ત્યાર બાદ સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરવામાં આવી હતી. સાથે જ પતિને ધંધો કરવા માટે પિયરથી પૈસા લાવવા માટે જણાવ્યું હતું. ધીમે ધીમે આ વાતનું પ્રેશર વધતું જતું હતું.

Advertisement

એક દિવસ માટે ઉપયોગ કરવાનું જણાવીને કાર લઇ ગયા

જેથી કોમલબેને અલગ અલગ સંસ્થાઓમાંથી લોન લઇને પતિને રૂ. 56.70 લાખ આપ્યા હતા. આટલેથી ન ધરાતા સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરવામાં આવી હતી. વારંવારની માંગણી બાદ કોમલબેને રૂ. 5 લાખ રોકડા પતિને આપ્યા હતા. દરમિયાન કોમલબેને પોતાના ઉપયોગ માટે કાર લીધી હતી. જેનો એક દિવસ માટે ઉપયોગ કરવાનું જણાવીને તેમના પતિ લઇ ગયા હતા. જે આજદિન સુધી પરત કરવામાં આવી હતી. આ કારના હપ્તા આજદિન સુધી કોમલબેન ફરી રહ્યા છે.

તારે મારી સાથે પૈસાનો વ્યવહાર નથી

કોમલબેનના સસરા દાદુભા ગઠવી ભૂવાજીનું કામ કરતા હતા. જેથી તેમણે માતાજીનો ડર બતાવીને રૂ. 7 લાખની અંદાજીત કિંમતના સોનાના ઘરેણાલઇ લીધા હતા. તેઓ સાસરીમાં જાય તો સાસુ-સસરા તેમની જોડે ગેરવર્તણુંક કરતા હતા. આખરે માર્ચ - 2024 માં તેઓનો પતિ સાથે ઝઘડો થયો હતો. ત્યારે તેણે કહ્યું કે, તારે મારી સાથે પૈસાનો વ્યવહાર નથી. તેવું લખાણ આપી દે. ત્યારથી આપણે છુટ્ટા થવું છે. જો કે, કોમલબેને લખાણ આપવાની ના પાડી દીધી હતી. બાદમાં તેઓને કાઢી મુકવામાં આવ્યા હતા. આમ, ધંધો કરવાના બહાને, દહેજના બહાને લાખો રૂપિયા તથા કાર પડાવી લઇને છેતરપીંડિ કરતા આખરે મામલો પોલીસ મથક પહોંચ્યો છે.

Advertisement

વધુ પોલીસ તપાસ જારી

ઉપરોક્ત મામલે પરિણીત પીડિતાએ પતિ જયરાજસિંહ ગઠવી, તથા સસરા દાદુભા ગઠવી, સાસુ, શોભનાબેન ગઠવી, દિયર વિવેકદાન ગઠવી (તમામ રહે. ગઠવી ફળિયુ, કસબરા, આણંદ) સામે વડોદરા ગ્રામ્ય મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : સોખડા સ્વામીનારાયણ મંદિરના સંતની આત્મહત્યાને છુપાવવાનો પ્રયાસ

Tags :
Advertisement

.