Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : એક્સપ્રેસ હાઇ-વે પરથી વિદેશી દારૂ ઘૂસાડવાનો કિમીયો નાકામ

VADODARA : વડોદરા (VADODARA) જીલ્લા LCBની ટીમે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો લઈને વડોદરા તરફ આવતી એક ક્રેટા કારને ઝડપી પાડી હતી. જ્યારે કારમાં સવાર બે વ્યક્તિઓની ધરપકડ કરીને એક લાખની કિંમતના દારૂના જથ્થા સહિત 6 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો...
vadodara   એક્સપ્રેસ હાઇ વે પરથી વિદેશી દારૂ ઘૂસાડવાનો કિમીયો નાકામ

VADODARA : વડોદરા (VADODARA) જીલ્લા LCBની ટીમે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો લઈને વડોદરા તરફ આવતી એક ક્રેટા કારને ઝડપી પાડી હતી. જ્યારે કારમાં સવાર બે વ્યક્તિઓની ધરપકડ કરીને એક લાખની કિંમતના દારૂના જથ્થા સહિત 6 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

Advertisement

મોંઘીદાટ કારનો ઉપયોગ

વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવે છે. જેમાં કેટલીક વાર મોંઘી દાટ કારનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મોંઘીદાટ કાર સામાન્ય રીતે પોલીસ ચેક કરતી નથી. જેથી બુટલેગરો શરાબનો જથ્થો હેરાફેરી કરવામાં સફળ થઇ જશે તેવું માનતા હોય છે.

પોલીસે વોચ ગોઠવી

વડોદરા જીલ્લા LCB પોલીસના જવાન ગજાભાઈ તેમજ જયદીપસિંહને બાતમી મળી હતી કે, બુટલેગરો એક ક્રેટા કારમાં વિદેશી દારૂની ભરીને એક્સપ્રેસ વેના માર્ગે વડોદરા તરફ આવી રહ્યા છે. જે બાતમીના આધારે મંજુસર પોલીસ મથકની હદમાં રિલાયન્સ પેટ્રોલપમ્પ નજીક પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળી કાર આવી પહોંચતા તેને કોર્ડન કરીને ઝડપી પાડી હતી.

Advertisement

પાછળની સીટ આડી પાડી દીધી

કાર માંથી ચાલક પ્રવિણસિંહ કુંદનસિંહ રાઠોડ તેમજ વિનય પ્રતાપસિંહ રાજપૂત (રહે. સરકારી હોસ્પિટલ નજીક, ગામ કાલવા, તા.મકરાણા, જી.નાગોર,રાજસ્થાન) મળી આવ્યા હતા. જ્યારે કારમાં પાછળની સીટ આડી કરીને વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

Advertisement

એક વોન્ટેડ જાહેર

LCBની ટીમે 29 પેટી વિદેશી દારૂની બોટલો તેમજ એક ક્રેટા કાર અને મોબાઈલ ફોન મળીને 6,17,960 રૂ. નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે રાજસ્થાનના ઉદયપુર ખાતે રહેતા પિન્ટુસિંગ રાજપૂત નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : નશામાં ધૂત ચાલકે ધડાકાભેર કાર ડિવાઇડરમાં અથાડી

Tags :
Advertisement

.