જંગલોમાં ફસાયેલા આદિવાસી પરિવાર માટે દેવદૂત બન્યા વન અધિકારી, જુઓ વીડિયો....
અધિકારીઓએ જે 6 આદિવાસીના જીવ બચાવ્યા છે
આ ગુફાની અંદર લોકો છેલ્લા 3 દિવસથી ભૂખ્યા હતાં
વન અધિકારીઓના બહાદુરીભર્યા કાર્યની પ્રશંસા થઈ
Wayanad Landslide: હાલમાં, આ ચોમાસાના મોસમમાં દેશના પહાડી વિસ્તારોમાં કુદરતી કહેરથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તે ઉપરાંત પહાડી વિસ્તારોમાં મેઘ કહેરને કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે. અને પરિવારોએ પોતાના વહાલસોયાઓને પણ ગુમાવ્યા છે. તો બીજી તરફ મોટાભાગના વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોના ઘર પર પાણીમાં ડૂબી ગયા છે. ત્યારે આ પરિસ્થિતિનો સૌથી વધુ સામનો Wayanad , હિમાચલ, આસામ, કેરળ અને સિક્કીમના પ્રદેશને કરવો પડ્યો છે. ત્યારે આજરોજ Wayanad માંથી એક પરિવાર માટે વન વિભાગ (Forest Department) ના સુરક્ષાકર્મીઓ દેવદૂત બનીને આવ્યા હતાં.
અધિકારીઓએ જે 6 Tribal ના જીવ બચાવ્યા છે
Six precious lives were saved from a remote tribal settlement after a tireless 8-hour operation by our courageous forest officials in landslide-hit Wayanad. Their heroism reminds us that Kerala's resilience shines brightest in the darkest times. United in hope, we will rebuild… pic.twitter.com/kDXP26UBBS
— Pinarayi Vijayan (@pinarayivijayan) August 2, 2024
એક અહેવાલ અનુસાર, વન વિભાગ (Forest Department) ના અધિકારીઓએ Wayanad માં વિનાશક ભૂસ્ખલન વચ્ચે જંગલમાં ફસાયેલા એક આદિવાસી પરિવારને સુરક્ષિત રીતે બચાવ્યો હતો. Forest Department ના અધિકારીઓએ જે 6 Tribal ના જીવ બચાવ્યા છે. તેમાં 4 બાળકોનો પણ સમાવેશ થાય છે. Wayanad ના Kalpetta Forest માં 4 લોકોની ટીમએ આ બચાવ કામગીરી પાર પાડી હતી. તો Wayanad ના પાનિયા સમુદાયના Tribal પરિવારને બચાવવા માટે જંગલના પડકારદાયક રસ્તાઓ પર બચાલકર્મીઓએ પગલા માંડ્યા હતાં.
આ પણ વાંચો: ગુજરાતમાં 99.99% મેળવેલા વિદ્યાર્થી કરતા ત્રિપુરાનો 70% મેળવેલો વિદ્યાર્થી વધુ હોશિયાર છે!
આ ગુફાની અંદર લોકો છેલ્લા 3 દિવસથી ભૂખ્યા હતાં
જોકે જંગલામાં આ પરિવાર એક ટેકરીની પાછળ ગુફામાં ફસાયેલા હતાં. વન અધિકારીઓની ટીમને ગુફા સુધી પહોંચવામાં 4.5 કલાકથી વધુ સમય લાગ્યો હતો. આ ગુફાની અંદર લોકો છેલ્લા 3 દિવસથી ભૂખ્યા હતાં. Forest અધિકારીએ કહ્યું છે કે, આ પરિવાર Tribal ના એક વિશેષ વર્ગનો છે, જે સામાન્ય રીતે બહારના લોકો સાથે ભળવાનું પસંદ કરતા નથી. તેઓ સામાન્ય રીતે જંગલમાં મળતી વસ્તુઓ પર આધાર રાખે છે અને સ્થાનિક બજારમાં તે વસ્તુઓ વેચીને ચોખા ખરીદે છે. પરંતુ એવું લાગે છે કે ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે તેમની પાસે ખાવા માટે કંઈ બચ્યું નથી.
Daring rescue of stranded tribal kids by Kerala foresters in the aftermath of Wayanad landslides risking their lives. Salute to all unsung heroes 🫡 #WayanadLandslide video credits Kerala Forest Dept pic.twitter.com/YHF2Balbyc
— Supriya Sahu IAS (@supriyasahuias) August 3, 2024
વન અધિકારીઓના બહાદુરીભર્યા કાર્યની પ્રશંસા થઈ
Forest અધિકારીએ કહ્યું કે, હાલમાં તેઓને અટ્ટમાલાની ઓફિસમાં રાખવામાં આવ્યા છે અને બાળકો હવે સુરક્ષિત છે. એક અધિકારી બાળકને ખોળામાં લઈ જતા હોવાનો દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સોશિયલ મીડિયા પર વન અધિકારીઓના બહાદુરીભર્યા કાર્યની પ્રશંસા કરી હતી. આદિવાસી પરિવારને બચાવવા માટે 7 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું.
આ પણ વાંચો: દારૂ પીને Cab Driver એ દરવાજા પર લટકીને મોતને આહ્વાન આપ્યું, જુઓ વીડિયો