VADODARA : પડતર પ્રશ્નો મુદ્દે મહેસુલી કર્મચારી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન
VADODARA : રાજ્યના મહેસુલી કર્મચારીઓના પ્રમોશન સહિતના પડતપ પ્રશ્નોને લઇને આજે કર્મચારી મહામંડળ દ્વારા 33 જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને રજુઆત કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આજે કરવામાં આવેલી રજુઆત બાદ 10 દિવસ કર્મચારીઓ વાટ જોશે. ત્યાર બાદ ધીરે ધીરે વિરોધના અન્ય કાર્યક્રમો આપવામાં આવનાર છે. કર્મચારીઓ પ્રમોશન, બદલી, સિનિયોરીટીના લાભ સહિતના મુદ્દે પોતાની રજુઆત કરી રહ્યા છે. હવે આ મામલે સરકાર દ્વારા આગળ શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું. (REVENUE OFFICER GIVE LETTER TO COLLECTOR REGARDING PENDING ISSUES - VADODARA)
25 જેટલા કર્મચારીઓની વિનંતી વગર બદલી કરવામાં આવી
મહામંડળના અગ્રણીએ મીડિયાને જણાવ્યું કે, મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા સરકારમાં અવાર નવાર કર્મચારીઓના 4 જેટલા પેન્ડિંગ મુદ્દાઓને લઇને રજુઆત કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી બદલીની અરજી પેન્ડિંગ છે, તેવી જ રીતે સિનિયોરીટીનો પ્રશ્ન, ક્લાર્ક સંવર્ગમાં જેઓનું ઉચ્ચતર પ્રમોશનને લાયક છે, તેમ છતાં તે મળ્યું નથી. 25 જેટલા કર્મચારીઓની વિનંતી વગર બદલી કરવામાં આવી છે. જેથી મહામંડળે દરેક જિલ્લામાં આવેદન પત્ર આપ્યું છે. અમે બધાય મહેસુલી કર્મચારીઓ છે.
13 વર્ષ બાદ પણ પ્રમોશન આપવામાં આવ્યું નથી
વર્ષ 2015 માં જોડાયેલા કર્મચારીઓને 10 વર્ષથી ઉપરનો સમય થઇ ગયો છે. છતાં તેમનું પ્રમઓશન આપ્યું નથી. વર્ષ 2012 માં જોડાયેલા મામલતદારોને 13 વર્ષ બાદ પણ પ્રમોશન આપવામાં આવ્યું નથી. આજે રાજ્યના 33 જિલ્લાઓમાં જિલ્લાા કલેક્ટરને આવેદન પત્ર આપીને રજુઆત કરવામાં આવી છે. વગર માંગણીએ બદલી કરવામાં આવેલા કર્મચારીઓને પરત તેમના સ્થાને મુકવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે.
તબક્કાવાર રીતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે
અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આવેદન આપ્યા બાત 10 દિવસમાં માંગણીઓનો હકારાત્મક ઉકેલ નહીં આવે તો ગુજરાત રાજ્ય મહેસુલી મહામંડળ દ્વારા તમામ જિલ્લાઓમાં કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરવી, માસ સીએલ અને હડતાલ જેવા કાર્યક્રમો તબક્કાવાર રીતે આપવામાં આવનાર છે.
આ પણ વાંચો --- VADODARA : દર્દીઓ માટેની વ્હીલચેર હોસ્પિટલ તંત્ર માટે કચરા લારી બની..!