Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દાહોદમાં યોજાયો મહેસૂલી મેળો, જાણો શું કહ્યું મહેસૂલ મંત્રીએ

રાજયમાં મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલી મહેસૂલી મેળાની નવતર પહેલને કારણે મહેસૂલ વિભાગને લગતી કોઇ પણ બાબત પડતર રહેશે નહીં એમ રાજયના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. દાહોદ જિલ્લાના વડામથક દાહોદ ખાતે આવેલા પંડિત દિનદયાળ સભાગૃહમાં આયોજીત મહેસૂલ મેળામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી ત્રિવેદીએ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અમલી અનેકવિધ કલ્યાણàª
દાહોદમાં યોજાયો મહેસૂલી મેળો  જાણો શું કહ્યું મહેસૂલ મંત્રીએ
રાજયમાં મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલી મહેસૂલી મેળાની નવતર પહેલને કારણે મહેસૂલ વિભાગને લગતી કોઇ પણ બાબત પડતર રહેશે નહીં એમ રાજયના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. 
દાહોદ જિલ્લાના વડામથક દાહોદ ખાતે આવેલા પંડિત દિનદયાળ સભાગૃહમાં આયોજીત મહેસૂલ મેળામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી ત્રિવેદીએ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અમલી અનેકવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી દાહોદમાં જિલ્લામાં વિવિધ કલ્યાણલક્ષીઓ યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલી કામગીરી વિગતે છણાવટ કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગ રાજયની પ્રજાને પોતીકી માની પ્રજાકલ્યાણના કામોને અગ્રતા આપીને કામગીરી કરે છે. તેમણે આગામી તા. ૨૦મી તારીખે દાહોદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ અંગે જાણકારી આપી દાહોદ જિલ્લાના તમામ નાગરિકો આ વિકાસોત્સવમાં સહભાગી બને એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે મહેસૂલ વિભાગ દ્વારા રાજયમાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી મહેસૂલ વિભાગના અધિકારીઓ વિરૂદ્ધ આમજનતા ફરિયાદ કરી શકે એ માટે ત્રણ વ્યક્તિની સમિતિવાળી શીટ-એમની રચના કરવામાં આવી છે એમ જણાવી આ સમિતિ તપાસની કામગીરી કરશે એમ જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ૭/૧૨, ૮-અ સહિતની જમીનને લગતા મહત્વના દસ્તાવેજો હવે ઓનલાઇન ઉપલબ્ધ હોવાથી આ દસ્તાવેજો સરળતાથી ઉપલબ્ધ બનતા રાજયના ૧૨.૭૭ લાખ લાભાર્થીઓએ આ દસ્તાવેજો ઓનલાઇન મેળવ્યા હોવાનું જણાવ્યું હતું.
વધુમાં મંત્રી રેડક્રોસ સોસાયટી દ્વારા દાહોદના છ તાલુકાઓમાં છ બ્લડ બેંકો શરૂ કરવામાં આવી હોવાનું જણાવી વડોદરા ખાતે પ્રાદેશિક સાયન્સ સેન્ટર શરૂ કરવા માટે જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે એમ ઉમેરી તેમણે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં ૧,૮૩,૩૦૧ વિનામૂલ્યે ગેસ કનેકશન આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. 
Advertisement
Tags :
Advertisement

.