Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મધરાત્રે વિદેશી વિદ્યાર્થીઓએ મચાવ્યું તોફાન

VADODARA : વડોદરા (VADODARA) માં નવરાત્રી (NAVRATRI) ના આખરી નોરતે મધરાત્રે વિદેશી વિદ્યાર્થીઓ (FOREIGN STUDENTS) દ્વારા નિમેટા, શિકોતર માતાજીના મંદિર પાસે જાહેર રોડ પર તોફાન મચાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોની મદદ માટે...
vadodara   મધરાત્રે વિદેશી વિદ્યાર્થીઓએ મચાવ્યું તોફાન

VADODARA : વડોદરા (VADODARA) માં નવરાત્રી (NAVRATRI) ના આખરી નોરતે મધરાત્રે વિદેશી વિદ્યાર્થીઓ (FOREIGN STUDENTS) દ્વારા નિમેટા, શિકોતર માતાજીના મંદિર પાસે જાહેર રોડ પર તોફાન મચાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોની મદદ માટે પહોંચેલા સ્વજનોને પણ પથ્થર મારવામાં આવ્યા હોવાના આરોપો લગાડવામાં આવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ વાઘોડિયાની ખાનગી યુનિ.માં ભણતા હોવાનો પ્રાથમિક અંદાજ છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

ગરબા રમીને પરત ફરતા યુવક-યુવતિઓ પર હુમલો

વડોદરા પાસે આવેલી ખાનગી યુનિ.માં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ વધુ એક વખત વિવાદમાં આવ્યા છે. નાઇજીરીયન વિદ્યાર્થીઓ દ્વારા મધરાત્રે ગરબા રમીને પરત ફરતા યુવક-યુવતિઓની કાર પર હુમલો કરી માર માર્યાનું સપાટી પર આવ્યું છે. આ મામલે હાલ પોલીસ તપાસ ચાલી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

છોકરીઓ સાથે ગેરવર્તણુંક કરવા જતા તેઓ માંડ બચી

સમગ્ર ઘટના અંગે ચૌહાણ ગિરીશભાઇ છત્રસિંહે જણાવ્યું કે, હું ઉંડેરા ગામનો છું. ગરબા જોઇને પાછા આવતા હતા. તે સમયે શિકોતર માતાના મંદિર પાસે આ લોકોએ હુમલો કર્યો હતો. અમને ફોન આવતા અમે ત્યાં પહોંચ્યા હતા. તેમણે (નાઇજીરીયન વિદ્યાર્થીઓ) છોકરીઓ સાથે ગેરવર્તણુંક કરવા જતા તેઓ માંડ બચીને નાસી છુટી હતી. તેમણે અમારી કારની ચાવી, મોબાઇલ લઇ લીધા હતા. અને હુમલો કર્યો હતો. બાદમાં તેમણે અમારી પર પથ્થર મારો કર્યો હતો. હુમલાખોરો નિમેટાની શિવનંદન સોસાયટીમાં નાઇજીરીયન વિદ્યાર્થીઓ હતા. તેઓ નશાની હાલતમાં હુમલો કર્યો હતો. તેમણે ચેઇન, મોબાઇલ અને પૈસાની લૂંટ ચલાવી છે. આ લોકોને અહીંયાથી હટાવવા જોઇએ.

જે હાથમાં આવ્યું તે અમને માર્યું

અન્યએ જણાવ્યું કે, વાઘોડિયા તાલુકાના નિમેટા ગામની આ ઘટના છે. અમારા છોકરાઓ ગરબા જોઇને આવતા હતા. ત્યારે આ લોકો (નાઇજીરીયન વિદ્યાર્થીઓ) એ રોડ પર પથરા મુકીને ગાડી રોકી હતી. ત્યાર બાદ તેમણે છોકરા-છોકરીઓ જોડે મારકુટ કરી હોવાનો અમને કોલ આવ્યો હતો. અમે અહીંયા આવ્યો તો અમારી જોડે પણ પથ્થર વડે હુમલો કર્યો હતો. તેમણે છોકરીઓ જોડે ગેરવર્તણુંક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને રોકવા જતા તેમણે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જે હાથમાં આવ્યું તે અમને માર્યું છે. રસ્તે આવતા-જતા અનેક લોકોને માર માર્યો છે. વાહનોને નુકશાન પહોંચાડ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : BJP MLA ના નિવેદન બાદ કોર્પોરેટરે ચલાવ્યા શબ્દોના બાણ

Tags :
Advertisement

.