Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગેરકાયદે સ્પામાં કામ કરતો વિદેશી કિન્નર ઝડપાયો, જાણો શું છે સમગ્ર મામલો

વડોદરામાં ગેરકાયદે રહેતો વિદેશી કિન્નર ઝડપાયો છે સ્પામાં કામ કરતાં થાઇલેન્ડનાં આ કિન્નરનાં ત્રણ વર્ષથી વિઝા પૂરા  થઇ ગયાં હતા, તેમ છતાં વડોદરામાં તે ગેરકાયદે રહેતો હતો. જેને લઇને સ્થાનિક પોલીસ પણ અજાણ હતી.વડોદરામાંથી સ્પામાં કામ કરતો મૂળ થાઇલેન્ડનો અને વગર વિઝાએ ભારતમાં રહેતો કિન્નર ઝડપાયો છે, વડોદરાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ પોલીસને બાતમી મળી હતી કે શહેરનાં અલકાપુરી વિસ્ત
ગેરકાયદે સ્પામાં કામ કરતો વિદેશી કિન્નર ઝડપાયો  જાણો શું છે સમગ્ર મામલો

વડોદરામાં ગેરકાયદે રહેતો વિદેશી કિન્નર ઝડપાયો છે સ્પામાં કામ કરતાં થાઇલેન્ડનાં આ કિન્નરનાં ત્રણ વર્ષથી વિઝા પૂરા  થઇ ગયાં હતા, તેમ છતાં વડોદરામાં તે ગેરકાયદે રહેતો હતો. જેને લઇને સ્થાનિક પોલીસ પણ અજાણ હતી.

Advertisement

વડોદરામાંથી સ્પામાં કામ કરતો મૂળ થાઇલેન્ડનો અને વગર વિઝાએ ભારતમાં રહેતો કિન્નર ઝડપાયો છે, વડોદરાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ પોલીસને બાતમી મળી હતી કે શહેરનાં અલકાપુરી વિસ્તારનાં કોનકર્ડ કોમ્પલેક્ષનાં ત્રીજા માળે ચાલતા 'સી સોલ્ટ' નામના સ્પામાં ભારતના વિઝા પુરા થઇ ગયા હોવા છતાં પણ અહી રહીને એક કિન્નર કામ કરી રહ્યો છે. જેના આધારે વડોદરા હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે અહીં દરોડો પાડ્યો હતો.

 દરમિયાન આ કિન્નરનાં ડોક્યુમેન્ટસ તપાસતા તે પોતે મૂળ થાઇલેન્ડનો રહેવાસી વિઝેસ સીરીકન્યા હોવાનું જણાયું હતું. સાથે જ તે તાજેતરમાં ભોપાલથી વડોદરા આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. મહત્વનું છે છેલ્લા એક વર્ષથી ચાલતું વડોદરા શહેરના અલકાપુરી સ્થિત આસપાસ સેન્ટરમાં કોઈ દેહવેપાર જેવી ગેર પ્રવૃત્તિઓ તો નથી ચાલતીને આ દિશામાં પણ પોલીસે પૂછપરછ કરી હતી. પરંતુ આવી કોઇ બાબત સામે નહીં આવતા પોલીસે વિદેશી નાગરિક કિન્નર એવા સીરીકન્યા ઉપરાંત શી સોલ્ટ સ્પાના માલીક સમીર જોષી અને મૂળ નેપાળની મહિલા મેનેજર ઓમી અગમબહાદુર સુબા મુળ નેપાળની ધરપકડ કરી હતી.

વડોદરામાં આ વિદેશી કિન્નર ગેરકાયદે રહેતો હોવાં છતાં સ્થાનિક સયાજીગંજ પોલીસ તેની જાણ નહોતી. જ્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો પાડી ગેરકાયદે રહેતાં વિદેશીને ઝડપ્યો ત્યારે સયાજીગંજ પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી.ધરપકડ કરાયેલા આરોપીઓ વિરુદ્ધ પોલીસે ધી ફોરેનર્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. કેટલાક વર્ષોથી રાજ્યનાં અલગ અલગ વિસ્તારોમાં ધમધમતા અને સ્પાનાં નામે ચાલતા દેહ વેપારના કીસ્સા અવારનવાર પ્રકાશમાં આવે છે .

વડોદરામાં પણ આ પ્રકારનાં સ્પામાં ખાસ તપાસ એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં દરોડા કરી અને દેહવેપાર ચાલતા હોવાનાં ખુલાસા થયા છે ત્યારે આ જ પ્રકારની એક બાતમીના આધારે વધુ એક વખત વડોદરાની એન્ટી હ્યુમન યુનિટની ટીમની બાતમીના આધારે શહેરના સ્પા સેન્ટરમાં દરોડા કરવામાં આવ્યા હતા. ત્યારે હવે વગર વિઝાએ ભારતમાં રહી અને સ્પામાં કામ કરતાં કિન્નર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સ્ટેટ ઇન્વેસ્ટીગેશન બ્યુરો, સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો, એસઓજી અને સ્થાનિક પોલીસે તજવીજ શરૂ કરી દીધી છે.
Tags :
Advertisement

.