Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : "ખેસ કાઢી નાંખો, અમને કોઇ પુછવા નથી આવ્યું", MLA ની હાજરીમાં કાર્યકર્તાની બેઇજ્જતી

VADODARA : વડોદરા (VADODARA) માં પૂરના પાણી ઓસરી ગયા બાદ ઠેર ઠેર લોકોનો રોષ નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધીઓના વિરૂદ્ધમાં ફાટી નિકળ્યો છે. ત્યારે ગતરોજ સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારમાં લોકોને કીટ વહેંચવા પહોંચેલા ધારાસભ્ય કેયુર રોકડિયાની હાજરીમાં પૂર પીડિતે કાર્યકર્તાને કહ્યું કે,...
vadodara    ખેસ કાઢી નાંખો  અમને કોઇ પુછવા નથી આવ્યું   mla ની હાજરીમાં કાર્યકર્તાની બેઇજ્જતી

VADODARA : વડોદરા (VADODARA) માં પૂરના પાણી ઓસરી ગયા બાદ ઠેર ઠેર લોકોનો રોષ નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધીઓના વિરૂદ્ધમાં ફાટી નિકળ્યો છે. ત્યારે ગતરોજ સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારમાં લોકોને કીટ વહેંચવા પહોંચેલા ધારાસભ્ય કેયુર રોકડિયાની હાજરીમાં પૂર પીડિતે કાર્યકર્તાને કહ્યું કે, ખેસ કાઢી નાંખો અમને કોઇ પુછવા આવ્યું નથી. એક પછી એક વિસ્તારોમાં ચૂંટાયેલા પ્રતિનિધીઓને જાકારો મળી રહ્યો છે. તે બતાવે છે કે, લોકોનો રોષ હજી શાંત થવાનું નામ નથી લઇ રહ્યો.

Advertisement

રાશન કિટનું વિવિધ વિસ્તારોમાં વિતરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું

વડોદરા પૂરની સ્થિતીમાંથી ધીરે ધીરે બહાર નિકળી રહ્યું છે. પૂર પીડિત પરિવારોને મદદ પહોંચાડવા માટે ભાજપ દ્વારા ગતરોજથી એક મહિનો ચાલે તેવી રાશન કિટનું વિવિધ વિસ્તારોમાં વિતરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ પૂરના પાણી ઓસરી ગયા બાદથી લોકોને ચૂંટાયેલા નેતાઓ પ્રત્યે ભારે રોષની લગાણી વ્પાયી ગઇ છે. જે સમયાંતરે સામે આવતી રહે છે. ત્યારે હજી પણ લોકોને રોષ શમવાનું નામ નથી લઇ રહ્યો, આ વાતની સાબિતી આપતો વધુ એક કિસ્સો આપણી સામે આવવા પામ્યો છે.

Advertisement

કોઇ પાણી સરખું પુછવા નથી આવ્યું

ગતરોજ સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય કેયુર રોકડિયા તથા સંગઠનના નેતાઓ-અગ્રણીઓ ગોરવાના હરીપુરા વિસ્તારમાં રાશનકિટનું વિતરણ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે ધારાસભ્યની હાજરીમાં કાર્યકર્તાઓ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. પૂર પીડિતા સ્થાનિકે ચોખ્ખું સંભળાવી દીધું કે, ખેસ પહેરવાનો કોઇ મતલબ નથી. તમે ખેસ કાઢી નાંખો, તમે આવું કેમ કર્યું તે કહો. સાહેબ ખોટી વાત છે, કોઇ પાણી સરખું પુછવા નથી આવ્યું. કોઇ પાણી-ખીચડી વેચવા નથી આવ્યું. અમારૂ મન જાણે છે, ગળા સુધીના પાણીમાં અમે રહ્યા છે. અમારે તમારૂ કશું નથી જોઇતું.

એક પછી એક વિસ્તારોમાં લોકોનો વિરોધ સામે આવી રહ્યો છે

આમ, પૂરની સ્થિતીને આટલા દિવસો વિતી ગયા હોવા છતાં લોકોનો રોષ શમી નથી રહ્યો. ગઇ કાલે શહેરના અકોટા વિસ્તારમાં આવેલી સોસાયટીના પ્રવેશ દ્વાર પર નેતા-કાર્યકર્તાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકતું પોસ્ટર લગાડવામાં આવ્યું હતું. આમ, એક પછી એક વિસ્તારોમાં લોકોનો વિરોધ સામે આવી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો -- Vadodara : આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી એકવાર પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે

Tags :
Advertisement

.