Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : MSU ના લાયકાત વગરના પૂર્વ VC એ સત્તાવાર બંગલો ખાલી કર્યો

VADODARA : વિજયકુમાર શ્રીવાસ્તવને કુલ રૂ. 1.24 કરોડનો પગાર ચૂકવવામાં આવ્યો છે. માત્ર તેમને છ સુરક્ષા ગાર્ડસ પણ આપવામાં આવ્યા હતા.
vadodara   msu ના લાયકાત વગરના પૂર્વ vc એ સત્તાવાર બંગલો ખાલી કર્યો
Advertisement

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના લાયકાત વગરના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદથી તેઓ યુનિ.ના સત્તાવાર બંગલે ચીટકી રહ્યા હતા. જે વાતનો વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. લગાતાર વિરોધ બાદ આખરે ગતરોત પૂર્વ વીસીએ બંગલો ખાલી કરી દીધો છે. આ તકે વાત સામે આવી કે, પૂર્વ વીસીએ વિદેશ પ્રવાસ પાછળ યુનિ.ના રૂ. 21 લાખનો ખર્ચ કર્યો હતો. તે સહિત લાખો રૂપિયાનો ખર્ચ તેમની પાસેથી વસુલવા માટેની લોકમાંગ ઉઠવા પામી છે. (MSU EX VC LEFT OFFICIAL UNIVERSITY BUNGALOW - VADODARA)

Advertisement

કોર્ટમાં સુનવણી દરમિયાન રાજીનામું આપ્યું

વર્ષ 2022 થી 2024 સુધીમાં યુનિ.ના લાયકાત વગરના પૂર્વ વીસી વિજય કુમાર શ્રીવાસ્તવે યુનિ.ના ખર્ચે હ્યોગો, નેપાળ, જાપાન, યુકે, ફ્રાન્સ, યુએઇ અને સ્પેઇનની મુલાકાત લીધી હતી. જેની પાછળ યુનિ.ના રૂ. 21 લાખ ખર્ચાયા છે. જે આરટીઆઇમાં સામે આવવા પામ્યું છે. લાયકાત નહીં હોવાથી પૂર્વ વીસીએ કોર્ટમાં સુનવણી દરમિયાન રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદથી તેઓ યુનિ.ના સત્તાવાર બંગલે ચીટકી રહ્યા હતા. જે બાદ યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરીને તેમને કાઢવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આખરે બેઆબરૂ થઇને તેમણે ગતસાંજે ઘર ખાલી કરી દીધું હતું.

Advertisement

શરૂઆતથી લઇને અંત સુધી વિવાદોમાં રહ્યા

પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોષી દ્વારા તેમણે કરેલા ખર્ચ સહિતની માહિતી આરટીઆઇ હેઠળ મેળવી હતી. જેમાં જાણવા મળ્યા અનુસાર, પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવને કુલ રૂ. 1.24 કરોડનો પગાર ચૂકવવામાં આવ્યો છે. યુનિ.ના કોઇ અધિકારીને સુરક્ષા આપવામાં આવતી નથી. પરંતુ પૂર્વ વીસીને છ સુરક્ષા ગાર્ડસ આપવામાં આવ્યા હતા. વીસીએ મેડિકલ રીએમ્બર્સમેન્ટ, કાર મેઇન્ટેનન્સ, બંગલાના કર્મીનો પગાર, લાઇટ બીલ, ગેસ બીલ મળીને રૂ. 31.64 લાખનો ખર્ચ કર્યો હોવાનું પણ આરટીઆઇમાં સપાટી પર આવ્યું છે. પૂર્વ વીસી શરૂઆતથી લઇને અંત સુધી વિવાદોમાં રહ્યા હતા. હવે યુનિ. સત્તાધીશો વિદેશ પ્રવાસ સહિતના ખોટા ખર્ચા લાયકાત વગરના પૂર્વ વીસી પાસેથી વસુલે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : હિટ એન્ડ રન કેસનો આરોપી વધુ રિમાન્ડ પર, ત્રણ ASI ની બદલી

Tags :
Advertisement

Trending News

.

×