VADODARA : MSU ની કોમર્સ ફેકલ્ટીમાં પીવાના પાણી માટે વોટર જગનો સહારો
VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં વિદ્યાર્થીઓના પીવાના પાણીની સુવિધા વોટર જગ પૂરી પાડી રહ્યા છે. જેને લઇે કોમર્સ ફેકલ્ટી બહાર વોટર જગનું પીરામીડ જોવા મળે છે. યુનિ.માં તમાામ ફેકલ્ટીઓમાં વોટર કુલર અને આરઓ સિસ્ટમ મુકવામાં આવી છે. પરંતુ તેની જાળવણીમાં તંત્ર નિષ્ફળ રહેતા હવે વોટર જગનો સહારો લેવો પડી રહ્યો છે. જો કે, આ કોઇ પહેલી વખત નથી. પરંતુ તંત્ર માટે વોટર જગ સરળ પડતા હોવાથી વોટર કુલર અને આરઓ સિસ્ટમને સુધારવાની કોઇ મહેનત કરવા તૈયાર નથી, તેવું યુનિ. વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
જાળવણીના અભાવે સિસ્ટમ વારંવાર ધૂળખાતી હાલતમાં મળે
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સૌથી મોટી ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટી છે. આ ફેકલ્ટીમાં યુનિ.ના કુલ વિદ્યાર્થીઓ પૈકી 45 ટકાથી વધુ વિદ્યાર્થીઓ એડમિશન લઇને અભ્યાસ કરે છે. કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ તથા અન્ય સ્ટાફની સુવિધાઓ માટે વોટર કુલર અને આરઓ સિસ્ટમ તો લગાડવામાં આવી છે. પરંતુ તેની જાળવણીના અભાવે તે વારંવાર ધૂળખાતી હાલતમાં જોવા મળે છે. જેને પગલે વિદ્યાર્થીઓ તથા અન્યની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે વોટર જગ ટેબલ પર મુકવામાં આવ્યા છે. જેને પગલે યુનિ. તંત્રની ઢીલાશ સામે આવવા પામી છે.
યુનિ.ના 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન મેળવે છે
પૂર્વ વિદ્યાર્થી નેતા અમર ઢોમસેએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, યુનિ.ના 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન મેળવે છે. તેવી જગ્યાએ પીવાના પાણીની પાયાની સુવિધા વોટર જગમાંથી લેવું પડે છે. ઉનાળો આવી રહ્યો છે, ત્યારે આ જગ પાણી પુરૂ પાડી શકશે, કે કેમ તેની સામે સવાલો છે. આ સમસ્યાનો વહેલો ઉકેલ નહીં લાવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
પહેલા તો અમારે ભટકવું પડતું હતું
યુનિ. વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, અમે ફી ભરીએ છે. એક મહિનાથી પાણીના જગ મુક્યા છે. તે પહેલા તો અમારે ભટકવું પડતું હતું. હવે આ જગમાં ક્યારેક પાણી ના હોય તેવું પણ બને છે. એટલું જ નહીં વોશરૂમમાં પણ ચોખ્ખાઇનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : 'કંટ્રોલ રૂમમાં વર્ધિ કેમ લખાવે છે', કહી બુટલેગરનો હુમલો