Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લગ્નમાં કુલર બન્યું ચર્ચાનો વિષય, જાણો શું છે આખી ઘટના

સામાન્ય રીતે જાન લઇ આવતા જાનૈયાની ખાસ તકેદારી રાખવામાં આવતી હોઈ છે. રહેવા કે કોઈ અન્ય બાબતની અગવડ ન પડે તેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.  મધ્યપ્રદેશના ટીકમગઢમાં એક જાનમાં જાનૈયાઓને ગરમી ન લાગે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ફુલેકામાં આખા રસ્તે કુલર પણ ચાલતું હતું. હવે આ અનોખી લગ્નની  ચર્ચા ચારેકોર થવા લાગી છે. લગ્ન દરમ્યાન ફુલેકામાં  બેન્ડ બાજા,  ડીજે, ઘોડા સહિતની અનેક વસ
લગ્નમાં કુલર બન્યું ચર્ચાનો વિષય  જાણો શું છે આખી ઘટના
સામાન્ય રીતે જાન લઇ આવતા જાનૈયાની ખાસ તકેદારી રાખવામાં આવતી હોઈ છે. રહેવા કે કોઈ અન્ય બાબતની અગવડ ન પડે તેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.  મધ્યપ્રદેશના ટીકમગઢમાં એક જાનમાં જાનૈયાઓને ગરમી ન લાગે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ફુલેકામાં આખા રસ્તે કુલર પણ ચાલતું હતું. હવે આ અનોખી લગ્નની  ચર્ચા ચારેકોર થવા લાગી છે. 
લગ્ન દરમ્યાન ફુલેકામાં  બેન્ડ બાજા,  ડીજે, ઘોડા સહિતની અનેક વસ્તુ ઓ જોવા મળતી હોય છે. પરંતુ કુલર વાળી જાન વિશે તમે નહિ જ સંહ્યું હોય. લગ્નો આનંદ લઇ રહેલા  ડાન્સ કરતા જાનૈયા  માટે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટીકમગઢની સિવિલ લાઇનમાં આ ફુલેકુ નીકળ્યું હતું જેમાં એક રિક્ષા પર કુલર રાખવામાં આવ્યું હતું. આ કુલરને  જનરેટરની મદદથી વીજળી પૂરી પાડીને કુલર ચલાવવામાં આવી રહ્યું હતું. ફુલેકામાં હાજર લોકો કુલર સામે જોરદાર નાચતા હતા. જાનૈયાઓને આ ગરમીની વધુ અસર ન થાય તેની કાળજી રાખી અને કુલરની વ્યસ્થા કરવામાં આવી હતી. આ કુલર જાનૈયાઓ સાથે સાથે ચલાવવામાં આવતું હતું. 
મધ્યપ્રદેશના ટીકમગઢમાં ખૂબ જ ગરમી પડી રહી છે. અહીં તાપમાન 43 ડિગ્રીથી ઉપર છે. જ્યારે રાત્રિનું તાપમાન પણ 27 ડિગ્રીને પાર કરી ગયું છે. આવા સંજોગોમાં વરરાજાની સંભાળ રાખવાની ખાસ વ્યવસ્થા ચર્ચાનો વિષય બની છે. રસ્તામાં જે લોકોએ આ ફુલેકુ જોયું છે તે તમામ લોકો  આશ્ચર્યચકિત થઈ ગયા છે. તમામ જગ્યાએ એક્ જ ચર્ચા છે કે કુલર વાળી જાન. 
Advertisement
Tags :
Advertisement

.