Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : "ઘટના બને તે પૂર્વે દબાણો અને અસામાજીક તત્વો પર એક્શન લો" - સાંસદ

VADODARA : આપણે હજી બીજા કેટલા તપનની રાહ જોઇશું , દબાણો હટાવવા અને અસામાજીક તત્વોને કોર્ડન કરવા માટે - સાંસદ ડો. હેમાંગ જોષી
vadodara    ઘટના બને તે પૂર્વે દબાણો અને અસામાજીક તત્વો પર એક્શન લો    સાંસદ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં તાજેતરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ રાજાના પુત્ર તપન પરમારની પોલીસની હાજરીમાં જ ચાકુના ઘા ઝીંકીને હત્યા (EX CORPORATOR SON MURDER) કરી દેવામાં આવી હતી. જેની પ્રાર્થના સભાનું ગતરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ મોટી સંખ્યામાં તેમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. દરમિયાન વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP - DR. HEMANG JOSHI) એ કાયદો અને વ્યવસ્થા, ગેરકાયદેસર દબાણો અને અસામાજીક તત્વો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. અને કોઇ ઘટના બને તે પહેલા જ કાર્યવાહી કરવા માટેનું સુચન કર્યું હતું.

કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ રાખતા હોય તેમની માટે આ દુખદ વાત

વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ મીડિયાને જણાવ્યું કે, જે વડોદરા નહી પણ ગુજરાતમાં ચિંતાનજર ઘટના કહેવાય. એવી ઘટના જેનાથી કાયદો અને વ્યવસ્થા પરનો વિશ્વાસ ડગમગવા લાગે, તેવી ઘટના એટલે રમેશભાઇના પુત્ર તપનની હત્યા. તે કોઇનો જીવ બચાવવા માટે હોસ્પિટલમાં ગયો હતો, અને તેણે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. ખુબ જ દુખદ ધટના છે. વડોદરાના તમામ લોકો, કે જેઓ કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ રાખતા હોય તેમની માટે આ દુખદ વાત છે. હું તેની પ્રાર્થના સભામાં ઉપસ્થિત હતો. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ પણ આ વાત અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Advertisement

આવું શું છે કે, લોકો ખંજર લઇને ખુલ્લેઆમ ફરી રહ્યા છે

વધુમાં તેમણે જણાવ્યું કે, આ બાબતે જે કોઇ યોગ્ય સુચન હોય તે તેમના દ્વારા પણ આપવામાં આવે છે. પરંતુ એક ચિંતાની વાત તે પણ છે કે, આપણે ક્યાં સુધી કાયદો અને વ્યવસ્થાને લઇને આટલી છુટછાટ આપતા રહીશું. વડોદરાના નાગરિક અને ચૂંટાયેલા પ્રતિનિધી તરીકે આ આપણી સામુહિક જવાબદારી પણ છે, કે વડોદરામાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બને. તપનને થયેલી ઇજાના નિશાનો મેં જોય છે, એક પ્રોફેશનલ હત્યારો જે રીતે હત્યા કરે તેટલા ઉંડા ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવી છે. ત્યારે વડોદરામાં તો આવું શું છે કે, લોકો ખંજર લઇને ખુલ્લેઆમ ફરી રહ્યા છે, હજી કેટલા લોકો આ રીતે ખંજર લઇને ખુલ્લેઆમ ફરી રહ્યા છે. અત્યારે પાલિકા અને પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામગીરી સારી રીતે કરવામાં આવી રહી છે.

Advertisement

દબાણો અસામાજીક તત્વોનો અડ્ડો બનતા હોય છે

આખરમાં તેમણે જણાવ્યું કે, મારી માંગ છે કે, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા કડક સુચનો આપવામાં આવે છે. તેનું કડકાઇ પૂર્વક પાલન કરવું આપણો ધર્મ છે. આપણે હજી બીજા કેટલા તપનની રાહ જોઇશું , દબાણો હટાવવા અને અસામાજીક તત્વોને કોર્ડન કરવા માટે. દબાણો અસામાજીક તત્વોનો અડ્ડો બનતા હોય છે. આવા ગેરકાયદેસર દબાણો ક્યારે પણ ના થાય તે માટે ઉજાગર કરો. ઘટનાની રાહ જોઇને કામગીરી ના થાય અને તે પૂર્વે જ એક્શન લો તેવી લોકોની માંગ છે.

આ પણ વાંચો -- VADODARA : "કાયદો અને વ્યવસ્થા જાળવવા એક્શન પ્લાન તૈયાર કરાશે" - પોલીસ કમિશનર

Tags :
Advertisement

Trending News

.

×