Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : તસ્કરોના આંટાફેરાને પગલે માંજલપુરમાં લોકોની નિંદર હરામ

VADODARA : વડોદરા (VADODARA) ના માંજલપુર (MANJALPUR) વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રાત્રીના સમયે તસ્કરોના આંટાફેરા જોવા મળતા સ્થાનિકોમાં ભારે ઉચાટની લાગણી જોવા મળી રહી છે. તસ્કરોની હાજરી સીસીટીવી (LIVE CCTV) માં નજરે પડતા હવે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે....
vadodara   તસ્કરોના આંટાફેરાને પગલે માંજલપુરમાં લોકોની નિંદર હરામ

VADODARA : વડોદરા (VADODARA) ના માંજલપુર (MANJALPUR) વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રાત્રીના સમયે તસ્કરોના આંટાફેરા જોવા મળતા સ્થાનિકોમાં ભારે ઉચાટની લાગણી જોવા મળી રહી છે. તસ્કરોની હાજરી સીસીટીવી (LIVE CCTV) માં નજરે પડતા હવે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. એક તરફ શહેરમાં ચોર આવ્યા ચોર આવ્યા અફવા જોર પકડી રહી છે. તો બીજી તરફ ચોરોની અનેક વિસ્તારોની હાજરીમાં સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ (SOCIAL MEDIA VIRAL) થઇ રહ્યા છે. પોલીસ દ્વારા અહિંયા નાઇટ પેટ્રોલીંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement

પોલીસની નાઇટ પેટ્રોલીંગની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા

વડોદરા શહેર - જિલ્લામાં ચોર આવ્યા ચોર આવ્યાની અફવા વચ્ચે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. કેટલીક જગ્યાઓએ તો તસ્કરોના ડરના માર્યા લોકો જાતે જ ચોકીદારી કરી રહ્યા છે. તેવામાં શહેરના કેટલાક વિસ્તારોમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ વચ્ચે પોલીસની નાઇટ પેટ્રોલીંગની કામગીરી સામે સવાલો તો ઉઠવા પામ્યા જ છે. તેની સાથે લોકો પણ ડર વચ્ચે જીવી રહ્યા છે. તાજેતરમાં શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી વૈકુુંઠધામ ટાઉનશીપ - 1 માં મોડી રાત્રે તસ્કરોના આંટાફેરા સીસીટીવીમાં જોવા મળ્યા હતા. જેને પગલે સ્થાનિકોમાં ભારે ભયની લગાણી પ્રસરી છે.

એકત્ર થઇને પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી માંગ

આ સોસાયટીમાં 400 મકાનો આવેલા હોવાથી લોકોનો જુનો ડર તાજો થવા પામ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ભૂતકાળમાં અહિંયા વાહન અને સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ ચુકી છે. સ્થાનિક રહીશો દ્વારા એકત્ર થઇને પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. લોકોના મનનો ભય હકીકત ના બને તે વાતની સ્થાનિકોમાં ભારે ચિંતા છે. હવે સ્થાનિકોને ચિંતા મુક્ત કરવા માટે પોલીસ શું કરે છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વારસિયા મોબ લિંચિંગ કેસમાં 4 આરોપીઓ રિમાન્ડ પર

Advertisement
Tags :
Advertisement

.