Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : LVP ગરબાના પાસના નામે લાખોની ઠગાઇ, આરોપી ઝબ્બે

VADODARA : વડોદરા (VADODARA) ના રાજમહેલમાં યોજાતા લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા (LVP GARBA) રમવા માટેના 61 પાસ આપવાનું કહીને ઠગે જીએસએફસી યુનિવર્સિટી વિદ્યાર્થી સહિત ત્રણ લોકો પાસેથી રૂ.3.75 લાખ પડાવી લીધા હતા. પરંતુ ઠગે કોઇ પાસ નહી અપાવતા તેની...
vadodara   lvp ગરબાના પાસના નામે લાખોની ઠગાઇ  આરોપી ઝબ્બે

VADODARA : વડોદરા (VADODARA) ના રાજમહેલમાં યોજાતા લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા (LVP GARBA) રમવા માટેના 61 પાસ આપવાનું કહીને ઠગે જીએસએફસી યુનિવર્સિટી વિદ્યાર્થી સહિત ત્રણ લોકો પાસેથી રૂ.3.75 લાખ પડાવી લીધા હતા. પરંતુ ઠગે કોઇ પાસ નહી અપાવતા તેની પાસેથી વારંવાર રૂપિયાની માગણી કરવા છતાં નહી આપતા તેના વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Advertisement

મિત્ર વૃતિક દરજી થકી ઓળખ થઇ

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી દરબાર ચોકડી પાસે આસ્થા ડુપ્લેક્સમાં રહેતા કનિષ્કકુમારસિંહ ચંદ્રસિંહ જાડેજા જીએસએફસી યુનિવર્સીટી ખાતે બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીના મિત્ર વૃતિક દરજી તથા પ્રથમ પરમાર દ્વારા તેમની ઓળખ જય કનુ પ્રજાપતિ સાથે થઈ હતી. ત્યારબાદ પાસ અંગે વાત કરતા જય પ્રજાપતિના લક્ષ્મીવિલાસ પેલેસના ગરબા રમવા અંગેના પાસનું સેટીંગ કરી આપશે તેમ કહ્યું હતું.

Advertisement

તેણે કોઇ પાસ આપ્યા ન્હતા.

21 સપ્ટેમ્બર 2024ના રોજ ટેલીફોન કરીને લક્ષ્મીવિલાસ પેલેસના 59 પાસે કઢાવવાના છે તેમ પૂછતા જય પ્રજાપતિએ એક પાસ દીઠ રૂ. 3500 લઇશ તેમ કહ્યું હતું. પાસ અપાવવા માટેની ખાતરી આપી હતી. જેના પેટે તેણે યુવક પાસેથી 59 પાસની વ્યવસ્થા કરવા માટે રૂ. 2.75 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ જય પ્રજાપતિએ તેમને જણાવ્યું હતું કે 26 સપ્ટેમ્બરના રોજ તમને પાસ મળી જશે. પરંતુ તેણે કોઇ પાસ આપ્યા ન્હતા. જેથી તેને ફોન કરીને પાસ બાબતે વાત કરતા તેણે હજુ પાસે આવ્યા નથી આવશે તો જાણ તમને કરીશ અને 30 સપ્ટેમ્બરના રોજ પાસે આવી જશે તેમ જણાવ્યું હતું. પરંતુ જય પ્રજાપતીએ માત્ર વાયદા બતાવ્યા કર્યો હતો.

માતબર રકમ પડાવી લીધી

નવરાત્રીને 7 દિવસ થઇ ગયા હોવા છતાં કોઇ પાસ આજ દિન સુધી આપ્યા નથી. લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા રમવા અંગેના 59 પાસ માટે રૂ.2.07 લાખ જેટલી રકમ મેળવી લઈ તેમને પાસ ન આપી તેમની છેતરપીંડી કરી હતી. પાસ અપાવવાના બહાને તેણે અન્ય વિશાલ રતિલાલ સોલંકી પાસેથી પણ રૂ.1.15 લાખ તથા નક્ષત્ર હિતેશભાઈ પારેખ પાસેથી પણ રૂ.52 હજાર જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. ઠગ જય પ્રજાપતિએ લક્ષ્મીવિલાસ પેલેસના ગરબા રમવાના પાસ અપાવવાનુ કહીને ત્રણ લોકોને રૂ.3.75 લાખનો ચૂનો ચોપડ્યો હતો. જેથી જીએસએફસીના વિદ્યાર્થીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ઝરમર વરસાદમાં ખેલૈયાઓએ બોલાવી રમઝટ, દર્શકો છત્રીના સહારે

Tags :
Advertisement

.