Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : જાહેર આરોગ્ય જેવા ગંભીર મુદ્દા પર આરોગ્ય તંત્રની આવી બેદરકારી! વાંચો આ અહેવાલ

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) સંચાલિત આરોગ્ય ભવનમાં (Arogya Bhavan) જ જનતાના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ફર્સ્ટના (Gujarat First) ઇન્વેસ્ટિગેશનમાં આ મહત્વની હકીકત સામે આવી છે. જેમાં શહેરના આરોગ્યની...
ahmedabad   જાહેર આરોગ્ય જેવા ગંભીર મુદ્દા પર આરોગ્ય તંત્રની આવી બેદરકારી  વાંચો આ અહેવાલ

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ

Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) સંચાલિત આરોગ્ય ભવનમાં (Arogya Bhavan) જ જનતાના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ફર્સ્ટના (Gujarat First) ઇન્વેસ્ટિગેશનમાં આ મહત્વની હકીકત સામે આવી છે. જેમાં શહેરના આરોગ્યની ચિંતા કરતા આરોગ્ય તંત્ર સામે જ અનેક સવાલો ઊભા થયા છે.

જરૂરી દવાનો જથ્થો ગંદગીમાં

આરોગ્ય ભવનમાં આયરન ફોલિક એસિડની જીવન જરૂરી દવાઓનો વેડફાટ થઈ રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આરોગ્ય ભવનના પુરુષ શૌચાલય પાસે ગંદગીમાં જીવન જરૂરી દવાઓ નો જથ્થો પડ્યો હોવાનું ગુજરાત ફર્સ્ટના (Gujarat First) કેમેરામાં કેદ થયું છે. પ્રજાના ટેક્સના પૈસે ખરીદેલી જીવન જરૂરી દવાઓ શૌચાલય પાસે ગંદકીમાં પડેલી જોવા મળી.

Advertisement

ડ્રાય સ્પેસરૂમ હોવા છતાં દવા રેઢી પડી છે

આરોગ્ય ભવનના શૌચાલયમાં રોજના સેકડો લોકો આ દવાઓ પાસેથી ગંદા પગ લઈ અને અવર-જવર કરે છે. આ શોચાલયમાં આરોગ્ય ભવનના અધિકારીઓની પણ દિવસભર અવરજવર રહે છે તો શું તેમને આ દવાનો જથ્થો દેખાતો નહીં હોય? શૌચાલયની પાસે જ ડ્રાય સ્પેસરૂમ હોવા છતાં તેમાં દવા મૂકવામાં ન આવી અને બહાર ગંદકીમાં દવા સડી રહી છે.

આમાં રોગચાળો કેમ કાબુમાં આવે?

શૌચાલયની ગંદકીમાં પડેલી આ દવામાં ઇન્ફેક્શન લાગે તો આ દવા લોકોના આરોગ્યને ભયમાં મૂકે તેમ છે. ત્યારે આ દવા લોકોનું શું ભલું કરશે તે મોટો સવાલ સામે આવ્યો છે. લોકોને સ્વચ્છતા અને આરોગ્યના પાઠ ભણાવતા અધિકારીઓને પોતાના જ ભવનના આ દ્રશ્ય શું નથી દેખાતા હોય. શું આરોગ્ય ભવનથી દવાના રૂપમાં રહેલી આ ગોળીઓ બીમારી સ્વરૂપે લોકોના ઘરે પહોંચશે.. છેલ્લા ઘણા સમયથી આ રીતે શૌચાલય પાસે ગંદકીમાં દવા રઝળતી હોવાની ગુજરાત ફર્સ્ટને ફરિયાદ મળી હતી અને ત્યાં જતા માહિતી સાચી હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો : AHMEDABAD : સામાન્ય રીતે CONJUNCTIVITIS VIRUS સંક્રમણ પાંચ દિવસમાં મટી જાય છે, જાણો શું સાવચેતી રાખવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.