Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : જાણીતા ગરબા આયોજકોની આબરૂ જાય તેવો કિસ્સો, જાણો વિગતવાર

VADODARA : વડોદરા (VADODARA) ની નવરાત્રી વિશ્વવિખ્યાત છે. પરંતુ આ વખતે મીસ મેનેજમેન્ટના કારણે વધુ ચર્ચામાં છે. ત્યારે વડોદરાના રાજવી પરિવાર સાથે જોડાયેલા એલવીપી ગરબા (LVP GARBA CONTROVERSY) માં અમેરિકન સિટીઝન દિકરી સાથે બદસલુકી કરી તેને નાની-મોટી ઇજા પહોંચાડવામાં આવી...
vadodara   જાણીતા ગરબા આયોજકોની આબરૂ જાય તેવો કિસ્સો  જાણો વિગતવાર

VADODARA : વડોદરા (VADODARA) ની નવરાત્રી વિશ્વવિખ્યાત છે. પરંતુ આ વખતે મીસ મેનેજમેન્ટના કારણે વધુ ચર્ચામાં છે. ત્યારે વડોદરાના રાજવી પરિવાર સાથે જોડાયેલા એલવીપી ગરબા (LVP GARBA CONTROVERSY) માં અમેરિકન સિટીઝન દિકરી સાથે બદસલુકી કરી તેને નાની-મોટી ઇજા પહોંચાડવામાં આવી હતી. મેનેજમેન્ટ કમિટી સભ્ય અને બાઉન્સર દ્વારા કરવામાં આવેલી જોહુકમી સામે કોઇ પોલીસ ફરિયાદ લેવામાં નહીં આવતા આખરે મામલે મુંબઇ સ્થિત અમેરિકન કાઉન્સિલર જનલરને ઇમેલ કરવામાં આવ્યો છે. અને આ મામલેને અગ્રિમતા આપી ભારતીય સત્તાધીશો સમક્ષ ઉઠાવવા માટેની માંગ કરવામાં આવી છે.

Advertisement

કોન્સ્યુલેટ જનરલને ઉદ્દેશીને એક ઇમેલ લખ્યો

વડોદરામાં રહેતા શાહ પરિવારની દિકરી અમેરિકન સિટીઝન છે. તેઓ વર્ષ 2017 થી વડોદરા ખાતે તેમના પતિ સાથે રહે છે. તેમણે મુંબઇ સ્થિત અમેરિકન એમ્બેસીના કોન્સ્યુલેટ જનરલ માઇકને ઉદ્દેશીને આજે સવારે એક ઇમેલ લખ્યો છે. આ ઇમેલમાં ઘટનાના પુરાવા સ્વરૂપે તસ્વીરો પણ મોકલવામાં આવી છે.

અચાનક મહિલા બાઉન્સર અને ઓર્ગેનાઇઝીંગ કમિટીના મહિલા સભ્ય ત્યાં આવ્યા

ઇમેલના વિષયમાં લખ્યું છે કે, 8 વર્ષની દિકરી જોડે વડોદરાના એલવીપી ગરબા મેદાનમાં બદસલુકી કરવા બાબત. ઇમેલમાં લક્યું કે, ફરિયાદીની દિકરી અમેરિકન સિટીઝન છે. તે વર્ષ 2017 થી તેના માતા-પિતા સાથે વડોદરા ખાતે રહે છે. 8, ઓક્ટોબરના રોજ તેઓ એલવીપી ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમવા માટે ગયા હતા. અચાનક મહિલા બાઉન્સર અને ઓર્ગેનાઇઝીંગ કમિટીના મહિલા સભ્ય ત્યાં આવ્યા હતા. અને દિકરીના આળખ પત્રની માંગ કરી હતી. દરમિયાન તેને ખેંચવામાં આવી હતી. તે અંગે તેમણે કોઇ અમને જાણ કરી ન્હતી.

Advertisement

તેમણે ખુબ જ ઉદ્ધતાઇ પૂર્વક વર્તન કર્યું

આ અંગે જેવું અમારૂ ધ્યાન ગયું કે અમે તુરંત ત્યાં પહોંચ્યા હતા. અમે ગરબા રમવા આવ્યા હોવાથી અમારી પાસે કોઇ ઓળખપત્ર ન્હતા. ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ વખતે બે વખત અમારૂ સિક્યોરીટી ચેક થયું હતું. તેઓને ઓળખ પત્ર અમે એક કલાકમાં રજુ કરી શકીએ તેમ જણાવ્યું હતું. અથવા તો 700 મીટર દુર જ ગાડી હોવાથી તેમાંથી તાત્કાલિક મેળવીને બતાવી શકાય તેમ હતું. તેમણે ખુબ જ ઉદ્ધતાઇ પૂર્વક વર્તન કર્યું હતું. અને ફરજિયાત ઓળખ પત્ર બતાવવા જણાવ્યું હતું. દરમિયાન વધુ એક વખત તેમણે મારી દિકરી સાથે બદસલુકી કરી તેનો હાથ ખેંચ્યો હતો. મારી દિકરી સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. આમ કરવાથી તેના હાથમાં ઉઝરડા પડી ગયા છે.

લેખિતમાં ફરિયાદ આપવાનું જણાવતા અમે તે આપી

બાદમાં અમે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. પોલીસ 24 કલાકમાં ત્યાં આવી ગઇ હતી. અને નજીકના પોલીસ મથકમાં અમે ગયા હતા. ત્યાં અમને લેખિતમાં ફરિયાદ આપવાનું જણાવતા અમે તે આપી હતી. બાદમાં દિકરીને નજીકના સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું કેકઅપ કરવામાં આવ્યું હતું. દિકરી અમેરિકન સિટીઝન હોવાનું જણાવતા તેની નોંધ લેવામાં આવી હતી. આ કોઇ જીવન-મરણનો પ્રશ્ન ના હોવાના કારણે આજે અમને તે સંદર્ભે ફોન આવ્યો હતો. અને ઘટના અંગે વિગતો મેળવવામા્ં આવી હતી.

Advertisement

ભારતીય સત્તાધીશો સમક્ષ આ મામલો ઉઠાવવા માટેની અરજ

હાલ આ ઘટનાને 36 કલાક વિતી ગયા છે. છતાં કોઇ ઓર્ગેનાઇઝર અથવા બાઉન્સર સામે પણ ફરિયાદ લેવામાં આવી નથી. હું તમને ભારતીય સત્તાધીશો સમક્ષ આ મામલો ઉઠાવવા માટેની અરજ કરું છું. આ મામલાને અગ્રિમતા આપશો તેવી વિનંતી.

આ પણ વાંચો -- VADODARA : LVP ગરબાના પાસના નામે લાખોની ઠગાઇ, આરોપી ઝબ્બે

Tags :
Advertisement

.