Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પાણી ભરાવવાની સ્થિતીના નિકાલ માટે નાગરિકે PMO ની મદદ માંગી

VADODARA : વડોદરા (VADODARA) માં પાણી ભરાવવાની સ્થિતી વચ્ચે વડોદરાવાસીઓને સ્થાનિક તંત્ર પરથી ભરોસો ઉઠ્યો હોવાની સાબિતી કરાવે તેવી ઘટના સામે આવી છે. તાજેતરમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાના કારણે એક નાગરિકે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO - INDIA) ને...
vadodara   પાણી ભરાવવાની સ્થિતીના નિકાલ માટે નાગરિકે pmo ની મદદ માંગી

VADODARA : વડોદરા (VADODARA) માં પાણી ભરાવવાની સ્થિતી વચ્ચે વડોદરાવાસીઓને સ્થાનિક તંત્ર પરથી ભરોસો ઉઠ્યો હોવાની સાબિતી કરાવે તેવી ઘટના સામે આવી છે. તાજેતરમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાના કારણે એક નાગરિકે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO - INDIA) ને ટ્વીટર માકરફતે ઉકેલ માંગતી રજુઆત કરી છે. આ જોતા પહેલા વરસાદમાં જ લોકોને તંત્ર પરનો વિશ્વાસ ડગમગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. જો આવુ જ ચાલતુ રહ્યું તો આખું ચોમાસુ લોકો સ્થાનિક ફરિયાદ વડાપ્રધાન કાર્યાલયને કરતા રહેશે.

Advertisement

લોકોની આશાઓ પર ખરુ ઉતરી શક્યું નથી

વડોદરામાં પહેલા જ વરસાદમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. વડોદરા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓની પોલ પહેલા વરસાદે જ ખોલી નાંખી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો સહિત ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. આ વચ્ચે તંત્ર લોકોની આશાઓ પર ખરુ ઉતરી શક્યું નથી. કેટલાક વિસ્તારોમાં લોકો ભગવાન ભરોસે હોય તેવું અનુભવી રહ્યા છે. તેવામાં વડોદરાના ડભોઇ રીંગ રોડ પર પાણી ભરાઇ જવાની ઘટના અંગે નિરાલી રાઠોડ નામના ટ્વીટર યુઝરના એકાઉન્ટ દ્વારા વડાપ્રધાન કાર્યાલ (PMO - INDIA) ને ટ્વીટ મારફતે મેસેજ કરવામાં આવ્યો છે.

Advertisement

પાણી ભરાયેલું છે

નિરાલી રાઠોડે કરેલા મેસેજમાં લખ્યું કે, ડિયર સર, વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર આવેલા આદિત્ય હાઇટ્સ વિસ્તારમાં પાણી ભરાઇ ગયું છે. આ અંગે મે અગાઉ પીએમઓ પોર્ટલ પર ફરિયાદ કરી હતી. ત્યારે તેનું પંપ મુકીને નિરાકરણ લાવી આપવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસથી અમારા વિસ્તારમાં પાણી ભરાયેલું છે. આ સમસ્યાનો ઉકેલ લાવી આપો. અન્ય એક નાગરિક કુશાગ્ર પુરોહિતે તેમના વિસ્તારની સમસ્યાનો સ્થાનિક ઉકેલ નહી આવતી પીએમઓમાં ફરિયાદ કરી હતી.

Advertisement

વડાપ્રધાન કાર્યાલય પર વધારે ભરોસો

આ ટ્વીટ પરથી અંદાજો લગાડી શકાય કે, વડોદરામાં પાણી ભરાય તો પણ સ્થાનિક તંત્ર કરતા વડાપ્રધાન કાર્યાલય પર લોકોને વધારે ભરોસો છે. જો સ્થાનિક તંત્ર દ્વારા લોકોનો વિશ્વાસ જીતવા અસરકારક કામગીરી કરવામાં નહી આવે તો આવનાર સમયમાં વડાપ્રધાન કાર્યાલયમાં વડોદરાવાસીઓની ફરિયાદોનો ઢગલો થઇ જશે.

આ પણ વાંચો -- ગુજરાત સરકારે અગ્નિવીરોને આપી મોટી, આ સરકારી નોકરીઓમાં મળશે લાભ

Tags :
Advertisement

.