Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : "ગામમાં ચોર આવે છે, કેમ જાગતા નથી", કહી માતા-પુત્ર પર હુમલો

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) અંતર્ગત આવતા વિસ્તારોમાં ચોરોનો ભારે ભય હોવાનું સાબિત થાય તેવો કિસ્સો સામે આવ્યો છે. કરજણના કોઠીયા ગામે રાત્રીના સમયે ચોર આવવાની દહેશતે ગ્રામજનો રાતપાળી કરી રહ્યા છે. ત્યારે ગ્રામજનો જાતે જાગીને સ્વરક્ષણ કરી રહ્યા...
vadodara    ગામમાં ચોર આવે છે  કેમ જાગતા નથી   કહી માતા પુત્ર પર હુમલો

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) અંતર્ગત આવતા વિસ્તારોમાં ચોરોનો ભારે ભય હોવાનું સાબિત થાય તેવો કિસ્સો સામે આવ્યો છે. કરજણના કોઠીયા ગામે રાત્રીના સમયે ચોર આવવાની દહેશતે ગ્રામજનો રાતપાળી કરી રહ્યા છે. ત્યારે ગ્રામજનો જાતે જાગીને સ્વરક્ષણ કરી રહ્યા છે. તેવામાં ગ્રામનો યુવક જાગતો ના હોવાથી તેની જોડે બોલાચાલી થઇ હતી. મામલો બિચકતા ચાર લોકોએ મળીને યુવક અને તેની માતાને માર માર્યો હતો. આખરે મામલે કરજણ પોલીસ મથકમાં પહોંચ્યો છે.

Advertisement

તારે પણ જાગવું પડશે

કરજણ પોલીસ મથકમાં રેવાબેન રમણભાઇ માળીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓના પરિવારમાં ચાર સંતાનો છે. પતિનું 10 વર્ષ પહેલા નિધન થઇ ગયું છે. સૌથી નાનો પુત્ર શૈલેષ છે. 7, ઓક્ટોબરના રોજ રાત્રે તેઓ પુત્ર સાથે જમી પરવાનીને  ઓટલા પર બેઠા હતા. તે વખતે ઘરની બાજુમાં રહેતા હિતેષ નટુભાઇ પાટણવાડીયા તેમના ઘરે આવ્યા હતા. અને કહેવા લાગ્યા કે, ગામમાં ચોર આવે છે, તો અમે બધા જાગીએ છીએ. તો તું કેમ જાગતો નથી. અને સુઇ જાય છે. તારે પણ જાગવું પડશે.

માતાએ વચ્ચે પડીને બચાવ કરવા જતા ચારેયે તેમને માર માર્યો

જેથી સામે શૈલેષે કહ્યું કે, હું પાંચ દિવસથી જાગું છું. મારી અને ગઇ કાલે મારી તબિયત ખરાબ હતી. જેથી હું જાગેલ નથી. અને આજે પણ મારી તબિયત બરાબર નથી. જેથી હું આજે પણ જાગવાનો નથી. તમારે જાગવું હોય તો જાગે. બાદમાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. અને શૈલેષ જોડે ઝઘડો કરીને બોલાચાલી કરવા લાગ્યા હતા. બાદમાં હિતેષે માર માર્યો હતો. જેથી તેની માતાએ વચ્ચે પડીને બચાવ કરવા જતા ચારેયે તેમને માર માર્યો હતો. જેથી તેઓ નીચે પડી ગયા હતા.

Advertisement

મહિલાને હાથના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું નિદાન

બાદમાં જતા જતા કહેતા ગયા કે, હવે પછી મારૂ અમારૂ નામ લઇશ, કે અમારી સામે પડીશ તો જાનથી મારી નાંખીશું. તેમ કહીને જતા રહ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્ત માતા પુત્ર સુઇ ગયા હતા. સવારે હાથ અને પગમાં ભારે દુખાવો થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. જ્યાં મહિલાને હાથના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું.

કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી

આખરે ઉપરોક્ત મામલે હિતેષભાઇ નટુભાઇ પાટણવાડીયા, કૌશિકભાઇ છોટાભાઇ પાટણવાડીયા, ચીરાગભાઇ મોતીભાઇ પાટણવાડીયા, ઉમેશભાઇ છોટાભાઇ પાટણવાડીયા (તમામ રહે. કોઠીયા, કરજણ, વડોદરા ગ્રામ્ય) સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ગેંગ રેપના આરોપીઓના ગેરકાયદે ઘર પર ફરશે બુલડોઝર, 72 કલાક બાદ એક્શન

Tags :
Advertisement

.