ભરૂચનું તુલસીધામ શાક માર્કેટ ખાલી કરાવતા વેપારીઓની રજૂઆત, જાણો શું કહ્યું
ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ઝાડેશ્વર નજીકનું તુલસીધામ શાક માર્કેટ છેલ્લા ૩૦ વર્ષથી ચાલી રહ્યું છે. ઝાડેશ્વર ગ્રામ પંચાયત અને ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા તુલસીધામ શાક માર્કેટમાં વેપાર કરતાં વેપારીઓને દૂર કરાતા વેપારીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. કલેકટરને રજૂઆત કર્યા બાદ વેપારીઓ હવે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજૂઆત કરવા પહોંચ્યા હતાભારત દેશ એ ખેતીપ્રધà
Advertisement
ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ઝાડેશ્વર નજીકનું તુલસીધામ શાક માર્કેટ છેલ્લા ૩૦ વર્ષથી ચાલી રહ્યું છે. ઝાડેશ્વર ગ્રામ પંચાયત અને ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા તુલસીધામ શાક માર્કેટમાં વેપાર કરતાં વેપારીઓને દૂર કરાતા વેપારીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. કલેકટરને રજૂઆત કર્યા બાદ વેપારીઓ હવે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજૂઆત કરવા પહોંચ્યા હતા
ભારત દેશ એ ખેતીપ્રધાન દેશ છે અને ખેડૂતો પોતાના ખેતરોમાં પકવેલો પાક વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.ભરૂચ શહેરના પૂર્વ વિસ્તારમાં ઝાડેશ્વરના તુલસીધામ શાક માર્કેટ ખેડૂતો અને વેપારીઓ માટે રોજગારીનું સાધન બની ગયું છે 30 વર્ષ થી તુલસીધામ શાક માર્કેટ ચાલી રહ્યું છે પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ ભોલાવ ગ્રામ પંચાયત અને ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા તુલસીધામ શાક માર્કેટ દૂર કરવાના પ્રયાસો કરાયા છે.
તુલસીધામ શાક માર્કેટના વેપારીઓએ ભરૂચ કલેકટરને રજૂઆત કર્યા બાદ આજે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજૂઆત કરવા માટે ભરૂચ ડીસ્ટ્રીક બેંક ખાતે દોડી આવ્યા હતા અને બેંકના સભાખંડમાં રજૂઆત કરી હતી. ધારાસભ્યે આગામી દિવસોમાં સમસ્યાનો અંત આવે તેવા પ્રયાસો કરાશે તેમ જણાવ્યું હતું.