Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ST બસ રોકી ચાલકની ધૂલાઇ, કહ્યું, 'આ રૂટ ઉપર આવીશ તો...'

VADODARA : નાઇટ ટ્રીપ મારવા માટે પાદરા બસ સ્ટેન્ડ પર બસ લગાવી રહ્યા હતા. તેવામાં એક અજાણ્યા શખ્સે બસ આગળ પોતાનું ટુ વ્હીલર આડું મુક્યું
vadodara   st બસ રોકી ચાલકની ધૂલાઇ  કહ્યું   આ રૂટ ઉપર આવીશ તો
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા કરજણ (VADODARA DISTRICT - KARJAN) માં એસ ટી બસ ચાલક સ્ટેન્ડ પર વાહન લગાડી રહ્યો હતો. તેવામાં અજાણ્યા શખ્સે આવીને પોતાનું ટુ વ્હીલર આડું કરી દીધું હતું (ST BUS DRIVER FACE MISBEHAVE - KARJAN, VADODARA). અને ત્યાર બાદ એસટી બસના ચાલકને તેની કેબિનમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. અને બાદમાં ધમકી આપી હતી. આખરે સમગ્ર મામલો કરજણ પોલીસ મથક પહોંચ્યો છે. અને વાહન નંબરના આધારે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

ટુ વ્હીલર આડું મુકીને નીચે ઉતર્યો

કરજણ પોલીસ મથકમાં મહેન્દ્રભાઇ ધુળાભાઇ પારગી એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ એસ ટી ડ્રાઇવર છે. અને ત્રણ વર્ષથી ડેપોમાંથી જે રૂટ પર ફરજ ફાળવવામાં આવે છે, ત્યાં તેઓ જોડાય છે. 21, ફેબ્રુઆરીના રોજ તેઓને પાદરા બસમાં ફરજ ફાળવવામાં આવી હતી. બાદમાં તેમણે ટ્રીપ શરૂ કરી હતી. નાઇટ ટ્રીપ મારવા માટે તેઓ પાદરા બસ સ્ટેન્ડ પર બસ લગાવી રહ્યા હતા. તેવામાં એક અજાણ્યા શખ્સે બસ આગળ પોતાનું ટુ વ્હીલર આડું મુકીને નીચે ઉતર્યો હતો. બાદમાં ડ્રાઇવર કેબિન ખોલીને ફરિયાદીને ઉતાર્યા હતા. અને કહેવા લાગ્યો કે, અણસ્તુ પહેલા નાળુ બને છે, ત્યાં કેમ બસ મારા ઉપર મારી, બાદમાં બેફામ ગાળો આપવા લાગ્યો હતો.

Advertisement

...તો તને પતાવી દઇશ

બાદમાં લાફા મારીને લાતો મારી હતી. દરમિયાન અન્ય લોકો આવી ગયા હતા. તે બાદ આરોપી કહેતો ગયો કે, તું આ રૂટ પર બસ લઇને આવીશ તો તને પતાવી દઇશ. બાદમાં પોલીસને જાણ કરવામાં આવતા તે સ્થળ પરથી નાસી છુટ્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ફરિયાદીએ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આખરે ઉપરોક્ત મામલે વાહન નંબરના આધારે વાહન ચાલક સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી તેજ કરી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : મોક્સીમાં SOG ના દરોડા, શંકાસ્પદ સિન્થેટીક મટીરીયલ જપ્ત

Tags :
Advertisement

Trending News

.

×