Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કમાટીબાગ ઝૂમાં કાળિયાર હરણના બે જોડાંનું આગમન

VADODARA : ગત વર્ષે કમાટી બાગ દ્વારા 4 ઝૂ સાથે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ કર્યા હતા. તે પૈકી એક આપણા પાડોશી કેવડિયા ઝૂ ખાતેનો હતો- પ્રત્યુશ પાટણકર
vadodara   કમાટીબાગ ઝૂમાં કાળિયાર હરણના બે જોડાંનું આગમન
Advertisement

VADODARA : વડોદરાના કમાટીબાગ ઝૂ (KAMATI BAUG ZOO - VADODARA) માં કાળિયાર હરણના સફેદ રંગના બે જોડાંનું આગમન (WHITE BLACKBUCK TO JOIN VADODARA ZOO) થયું છે. હાલ આ જોડાંને ક્વોરન્ટાઇન હેઠળ મુકવામાં આવ્યા છે. એક સપ્તાહના સમય બાદ આ જોડાંને મુલાકાતીઓ નીહાળી શકશે. કમાટી બાગ ઝૂના તંત્ર દ્વારા મુલાકાતીઓ માટે એક પછી એક નવા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. કાળિયાર હરણ એનિમલ એક્સચેન્જના પ્રોગામના અંતિમ તબક્કા હેઠળ લવાયા હોવાનું ઝૂ ડાયરેક્ટરનું કહેવું છે.

ક્વોરન્ટાઇન સમય પૂર્ણ થયા બાદ મુલાકાતીઓ નીહાળી શકશે

વડોદરાના કમાટી બાગ ઝૂમાં વર્ષભર સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે છે. એક સમયે મધ્યગુજરાતનું સૌથી મોટું અને જાણીતું ઝૂ કમાટી બાગ હતું. આજે પણ તેની લોકપ્રિયતા બરકરાર છે. આ લોકપ્રિયતામાં ઉમેરો કરવા માટે કમાટી બાગ ઝૂના સત્તાધીશો દ્વારા એક પછી એક નવા નજરાણા ઉમેરવામાં આવે છે. તાજેતરમાં સફેદ પ્રજાતિના કાળિયાર હરણ લાવવામાં આવ્યા છે, જેને ક્વોરન્ટાઇન સમય પૂર્ણ થયા બાદ મુલાકાતીઓ નીહાળી શકશે.

Advertisement

પ્રાણી સ્વભાવે શરમાળ પ્રકૃતિનું છે

વડોદરાના કમાટીબાગના ઝૂ ડાયરેક્ટર પ્રત્યુશ પાટણકરે મીડિયાને જણાવ્યું કે, ગત વર્ષે કમાટી બાગ દ્વારા 4 ઝૂ સાથે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ કર્યા હતા. તે પૈકી એક આપણા પાડોશી કેવડિયા ઝૂ ખાતે એક એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ કર્યો હતો. તે હેઠળ તમામ પ્રકારના પ્રાણી-પક્ષીઓની અદલા-બદલી કરવાની હતી, જેનો છેલ્લો તબક્કો કાલે આપણે સફળતાપૂર્વક પૂર્ણ કરેલો છે. સફેદ કાળિયાર હરણ 2 - જોડાંને લાવવામાં આવ્યા છે. કાળિયાર હાલ ક્વોરન્ટાઇન હેઠળ છે. પ્રાણી સ્વભાવે શરમાળ પ્રકૃતિનું છે. જેથી તેને એક સપ્તાહ ક્વોરન્ટાઇનમાં રખાશે. ત્યાર બાદ જાહેર જનતા માટે જોઇ શકાશે. આ વર્ષે ઘણી પ્રજાતિઓનો કમાટીબાગ ઝૂમાં ઉમેરો કરવામાં આવ્યો છે. લોકોને નવા પ્રાણીઓ જોવાનો આનંદ થઇ રહ્યો છે. સામાન્ય રીતે કાળિયાર કાળા કલરના હોય છે. આપણી પાસે તે સફેદ વેરાયટીમાં છે. આપણી પાસે અગાઉ સફેદ કાળિયાર હતા. પરંતુ ઉંમરના હિસાબે તે સમયજતા રહ્યા ન્હતા. ફરી તેમને લાવવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ચૂંટણી ટાણે દારૂ ઘૂસાડવાનો પ્લાન નિષ્ફળ બનાવતી પોલીસ

Tags :
Advertisement

.

×