Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

2 ગોળીઓ વાગ્યા પછી પણ આતંકવાદીઓ સાથે લડતા 'ઝૂમ' થયો શહીદ, જુઓ viedo

શ્રદ્ધાંજલિ (Tribute)સભા દરમિયાન લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઔજલા(Lt Gen ADS Aujla)અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા ઝૂમ(Zoom)નું ગુરુવારે શ્રીનગર(Srinagar)ની 54 એડવાન્સ ફીલ્ડ વેટરનરી હોસ્પિટલ (AFVH) ખાતે 72 કલાકની સારવાર બાદ મૃત્યુ થયું હતું. ભારતીય સેનાના (Indian Army)ચિનાર કોર્પ્સના જણાવ્યા અનુસાર, સર્ચ ઓપરેશન 9-10 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવ્યું હતું. ઝૂમ પણ તેનો એà
2 ગોળીઓ વાગ્યા પછી પણ આતંકવાદીઓ સાથે લડતા  ઝૂમ  થયો શહીદ  જુઓ viedo
શ્રદ્ધાંજલિ (Tribute)સભા દરમિયાન લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઔજલા(Lt Gen ADS Aujla)અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા ઝૂમ(Zoom)નું ગુરુવારે શ્રીનગર(Srinagar)ની 54 એડવાન્સ ફીલ્ડ વેટરનરી હોસ્પિટલ (AFVH) ખાતે 72 કલાકની સારવાર બાદ મૃત્યુ થયું હતું. ભારતીય સેનાના (Indian Army)ચિનાર કોર્પ્સના જણાવ્યા અનુસાર, સર્ચ ઓપરેશન 9-10 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવ્યું હતું. ઝૂમ પણ તેનો એક ભાગ હતો.
ઓપરેશન દરમિયાન સેનાના જવાનોએ ઝૂમને એક ઘરમાં મોકલ્યો હતો, જ્યાં આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા. ઝૂમે આતંકવાદીઓને ઓળખીને તેમના પર હુમલો કર્યો. આ દરમિયાન તેને બે ગોળી લાગી હતી. ઘાયલ હોવા છતાં તે બંને આતંકવાદીઓ સાથે લડતો રહ્યો, જેના કારણે જવાનોએ આતંકીઓને ઠાર કર્યા. આ એન્કાઉન્ટરમાં બે જવાન પણ ઘાયલ થયા છે.
Advertisement


સોમવારથી તેની સારવાર ચાલી રહી હતી
ઝૂમને સોમવારે વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં ત્રણ દિવસથી તેની સારવાર ચાલી રહી હતી. ગુરુવારે સવારે 11:45 વાગ્યા સુધીમાં, તે સારું અનુભવી રહ્યો હતો, પરંતુ લગભગ 12 વાગ્યાની આસપાસ તે અચાનક હાંફી ગયો અને તેનું મૃત્યુ થયું.
સેનાએ નિવેદન બહાર પાડ્યું છે
ઝૂમના મોત બાદ સેનાએ નિવેદન બહાર પાડ્યું છે. તેમાં ઉમેર્યું હતું કે આર્મી ડોગ ઝૂમ અમારી ટીમનો અમૂલ્ય સભ્ય હતો. તેની 2 વર્ષની નાની ઉંમર હોવા છતાં, ઝૂમને અનેક આતંકી ઓપરેશનોનો અનુભવ હતો જેમાં તેણે પોતાની ઉર્જા અને હિંમતથી પોતાને સાબિત કર્યા હતા. 9 ઓક્ટોબરે અનંતનાગમાં ઓપરેશન દરમિયાન ઝૂમે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

RIPZoom સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ થયો
ઝૂમના નિધનના સમાચાર સાંભળતા જ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપવા લોકોનો ધસારો જોવા મળ્યો હતો. લોકો તેમની બહાદુરીના વખાણ કરતી તસવીર શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઝૂમના ચાહકોનો ધસારો એટલો વધી ગયો કે થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર હેશટેગ #RIPZoom ટ્રેન્ડ થવા લાગ્યો.

આર્મી ડોગ ડ્યુટીમાં પેટ્રોલિંગ, વિસ્ફોટકો સુંઘવાનો સમાવેશ થાય છે
ચિનાર કોર્પ્સ દ્વારા શેર કરવામાં આવેલ વિડિયો ઝૂમને આપવામાં આવેલી તાલીમ દર્શાવે છે. સૈન્યનો એક ભાગ હોવાને કારણે, કૂતરાની જુદી જુદી ફરજો છે. આમાં ગાર્ડ ડ્યુટી, પેટ્રોલિંગ, વિસ્ફોટકો સુંઘવા, ડ્રગ્સ ઓળખવા વગેરેનો સમાવેશ થાય છે.
Advertisement
Tags :
Advertisement

.