Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટેનિસની મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં રોહન બોપન્ના અને ઋતુજા ભોસલેની જોડીએ રચ્યો ઇતિહાસ, એશિયન ગેમ્સમાં ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ

ભારતના અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. . રોહન બોપન્નાએ 42 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ જીત્યો છે.. બોપન્ના રુતુજા ભોસલે સાથે મળીને મિક્સ્ડ ડબલ્સમાં ચેમ્પિયન બન્યા.. તેઓએ ચાઈનીઝ તાઈપેઈના સુંગ હાઓ અને એન શુઓને 2-6,...
ટેનિસની મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં રોહન બોપન્ના અને ઋતુજા ભોસલેની જોડીએ રચ્યો ઇતિહાસ  એશિયન ગેમ્સમાં ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ

ભારતના અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. . રોહન બોપન્નાએ 42 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ જીત્યો છે.. બોપન્ના રુતુજા ભોસલે સાથે મળીને મિક્સ્ડ ડબલ્સમાં ચેમ્પિયન બન્યા.. તેઓએ ચાઈનીઝ તાઈપેઈના સુંગ હાઓ અને એન શુઓને 2-6, 6-3 (10-4)થી હરાવીને ફાઇનલમાં જીત મેળવી હતી. આ પહેલા રામકુમાર રામનાથન અને સાકેત માયનેનીની જોડીએ મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

Advertisement

પ્રથમ સેટ ગુમાવ્યા બાદ બોપન્ના અને રૂતુજાએ જોરદાર વાપસી કરી

બોપન્ના અને રૂતુજાએ મેચમાં ધીમી શરૂઆત કરી હતી. બંનેએ પહેલો સેટ 2-6થી ગુમાવ્યો હતો. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ બોપન્ના અને રૂતુજાએ જોરદાર વાપસી કરી હતી. બંનેએ બીજો સેટ 6-3થી જીત્યો હતો. આ પછી બીજા સેટમાં સુપર ટાઇ-બ્રેક રહ્યો હતો. જેમાં બોપન્ના અને રૂતુજાનો 10-4થી વિજય થયો હતો.

Advertisement

બોપન્નાનો બીજો ગોલ્ડ
રોહન બોપન્ના હવે બે વખત એશિયન ગેમ્સ ચેમ્પિયન બની ગયા છે. તેમણે 2018માં દિવિજ શરણ સાથે મેન્સ ડબલ્સ જીતી હતી. આ 43 વર્ષના ખેલાડીએ સાબિત કર્યું કે ઉંમર માત્ર એક આંકડો છે. રૂતુજાને પણ તેના અનુભવનો લાભ મળ્યો. બંનેએ સાથે મળીને ચાઈનીઝ તાઈપેઈની જોડીને ચોંકાવી દીધી હતી

Advertisement
Tags :
Advertisement

.