VADODARA : કમાટીબાગના દરવાજે ફેણ તાણી બેઠો કોબ્રા સાપ
VADODARA : મધ્ય ગુજરાતના સૌથી જુના અને જાણીતા ઝૂ કમાટીબાગ (KAMATI BAUG ZOO - VADODARA) ના દરવાજે મોડી રાત્રે ઝેરી કોબ્રા સાપ ફેણ તાણીને બેઠો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આ કોબ્રાને રેસ્ક્યૂ કરવા માટે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બાદમાં રાત્રે ઝરમર વરસતા વરસાદમાં વોલંટીયર્સ કમાટીબાગ પહોંચ્યા હતા. અને કોબ્રાનું સાવચેતી પૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. રાત્રીનો સમય હોવાથી શાંતિપૂર્વક રીતે કોબ્રા સાપનું રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. બાકી દિવસભર હજારો લોકોની કમાટીબાગમાં અવર-જવર રહેતી હોય છે.
ચોમાસામાં ખાસ આવી ઘટનાઓ સામે આવે
વડોદરાની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. અહિંયા અનેક જળચર જીવોનો વસવાટ કરે છે. ખાસ કરીને ચોમાસાની રૂતુમાં આ જળચર જીવો માનવ વસવાટ-વસ્તીની નજીક જોવા મળે છે. ત્યારે ગતરાત્રે આવો જ એક કિસ્સો સામે આવવા પામ્યો છે. ગતરાત્રે શહેરના જુના અને જાણીતા અને મધ્યગુજરાતમાં લોકપ્રિય એવા કમાટી બાદ ઝૂના દરવાજે કોબ્રા સાપ ફેણ તાણીને બેઠો હોવાનું ધ્યાને આવ્યું હતું.
ઝરમર વરસાદમાં સફળ રેસ્ક્યૂ
રાત્રીના સમયે કમાટીબાગને બંધ કરી દેવામાં આવતા લોકોની અવર-જવર ન્હતી. કોબ્રાને રેસ્ક્યૂ કરવા માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રેસ્ક્યૂ કોલ મળતા જ વોલંટીયર્સ સ્થળ પર પહોંચ્યા હતા. અને રેસ્ક્યૂ કરવાનું શરૂ કરી દીધું હતું. ઝરમર વરસતા વરસાદમાં વોલંટીયરે સાવચેતી પૂર્વક કોબ્રાને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે છોડવાની તજવીજ શરૂ કરી હતી.
...તો નાસભાઇ સર્જાઇ શકી હોત
અત્રે ઉલ્લેખનીય છે કે, કમાટીબાગમાં સામાન્ય દિવસોમાં પણ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. તેવામાં રાત્રીના સમયે સાપ નિકળતા શાંતિપૂર્વક રેસ્ક્યૂ કરી શકાયું હતું. આ જ ઘટના દિવસ દરમિયાન બની હોત તો નાસભાના દ્રશ્યો સર્જાવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો -- VADODARA : રમત-રમતમાં બાળક ટ્રેનમાં બેસી ગયું, પછી...