VADODARA : વડોદરા પાસેની IOCL રિફાઇનરીમાં ભીષણ આગ, લોકોમાં ચિંતા
VADODARA : વડોદરા પાસે નંદેસરીમાં આવેલી ગુજરાત રિફાઇનરી (IOCL - VADODARA) માં વધુ એક વખત ભીષણ આગ (IOCL FIRE CASE) ની ઘટના સામે આવી છે. હાલ પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ગુજરાત રિફાઇનરીના આઇસોમરાઇઝેશન યુનિટની ફરનેશમાં ઘડાકા સાથે આગ લાગતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. એક મહિના જેટલા ગાળામાં બીજી વખત ભીષણ આગની ઘટના સામે આવતા રિફાઇનરીના મેનેજમેન્ટ સામે સવાલો ઉઠવા પામ્યા છે. આ આગની ઘટના અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઇ રહી છે.
1 મહિનો અને 10 દિવસના સમય બાદ વધુ એક વખત આગની ઘટના
11, નવેમ્બર - 2024 ના રોજ ગુજરાત રિફાઇનરીના બેન્ઝીન ટેંકમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી. આ ઘટના પર કાબુ મેળવવા માટે 12 કલાક જેટલા સમયમાં અને લાખો લિટર ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વિવિધ સ્તરે કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ અંગેનું ચોક્કસ કારણ હજી સુધી સપાટી પર આવવા પામ્યું નથી. ત્યારે 1 મહિનો અને 10 દિવસના સમય બાદ વધુ એક વખત ગુજરાત રિફાઇનરીમાં પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
મેનેજમેન્ટની અતિગંભીર બેદરકારી છતી થવા પામી
આજે સાંજના સમયે ગુજરાત રિફાઇનરીના આઇસોમરાઇઝેશન યુનિટની ફરનેશમાં ઘડાકા સાથે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ આગને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અને એક મહિના પહેલાની યાદો તાજી થવા પામી છે. રિફાઇરી તંત્ર દ્વારા આગ પર કાબુ મેળવવા માટેના સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઘટનાને પગલે ગુજરાત રિફાઇનરીના મેનેજમેન્ટ સામે સેંકડો સવારો ઉઠવા પામ્યા છે. એક ઘટના પાછળનું કારણ હજી સુધી ખુલીને સામે આવ્યું નથી, ત્યારે વધુ એક આગની ઘટના સામે આવતા મેનેજમેન્ટની અતિગંભીર બેદરકારી છતી થવા પામી છે.
આ પણ વાંચો -- VADODARA : ઓવરસ્પીડમાં જતી કાર લક્ષ્મીપુરા તળાવમાં ખાબકી, મધરાત્રે રેસ્ક્યૂ હાથ ધરાયું