VADODARA : આગમાં પર્યાવરણના નુકશાન બદલ IOCL ને રૂ. 1 કરોડનો દંડ
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરી (IOCL BLAST CASE - VADODARA) માં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના સામે આવી હતી. લગભગ 11 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં પર્યાવરણને મોટું નુકશાન પહોંચ્યું હોવાની ગણતરીને ધ્યાને રાખીને જીપીસીબી દ્વારા કંપનીને રૂ. 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિવિધ સ્તરે એજન્સીઓ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી
વડોદરા પાસે આવેલા કોયલીમાં ગુજરાત રિફાઇનરી આવેલી છે. આ રિફાઇનરીના બેન્ઝીન ટેંકમાં થોડાક સમય પહેલા બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બપોરના સમયે સામે આવી હતી, જેમાં આશરે 11 કલાકની તાબડતોબ મહેનત બાદ કાબુ મેળવી લેવામાં સફળતા મળી હતી. આ ઘટના બાદ વિવિધ સ્તરે એજન્સીઓ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટના સ્થળથી ચોક્કસ અંતર સુધીની જગ્યાના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પ્રદુષણના માપદંડ પીએમ 10 ની માત્રા 150 સુધી નોંધાઇ હતી
જે બાદ ગુજરાત રિફાઇનરી સામે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાત રિફાઇનરીનમાં બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં પર્યાવરણને મોટું નુકશાન પહોંચ્યું હોવાનું આકલન કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પર્યાવરણના નુકશાનના વળતર પેટે રૂ. 1 કરોડનો દંડ વળતર પેટે ફટકાર્યો છે. સુત્રોએ ઉમેર્યું કે, જે તે સમયે પ્રદુષણના માપદંડ પીએમ 10 ની માત્રા 150 સુધી નોંધાઇ હતી. જેનું સલામત માપ 100 જેટલું ગણવામાં આવે છે.
હજી સુધી તેનું કારણ જાણી શકાયુ નથી
સુત્રોએ ઉમેર્યું કે, આ ઘટનાને 10 દિવસ જેટલો સમય વિતી ગયો છે. દરમિયાન વિવિધ એજન્સીઓ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી છે. છતાં હજી સુધી તેનું કારણ જાણી શકાયુ નથી. જેના કારણે લોકોમાં તરહ તરહના સવાલોએ સ્થાન લીધું છે.
આ પણ વાંચો -- VADODARA : શહેર ભાજપ પ્રમુખે દબાણોની લાંબીલચક યાદી વહીવટી તંત્રને સોંપી