VADODARA : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં One Nation, One Election છવાયું
VADODARA : આજે વડોદરા (VADODARA) ના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું (INTERNATIONAL KITE FESTIVAL - 2025, VADODARA) આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે ઝૂંમ્બાથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યાર બાદ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદેશી પતંગબાજો સાથે નવલખી મેદાન રંગબેરંગી પતંગોથી છવાયું હતું. જેમાં એક પગંત પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM OF INDIA - NARENDRA BHAI MODI) નો ફોટો હતો. અને તેમાં નીચે વન નેશન, વન ઇલેક્શન (ONE NATION - ONE ELECTION) લખવામાં આવ્યું હતું. તમામ વચ્ચે આ પતંગે અનોખું આકર્ષણ જમાવ્યું હતું.
આ મુદ્દો હાલ દેશભરમાં ચર્ચિત
વડોદરાના નવલખી મેદાનમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ પતંગોત્સવનો હિસ્સો બનવા માટે વિદેશોમાંથી રસિયાઓ આવી પહોંચ્યા હતા. ગુલાબી ઠંડીમાં પતંગ રસિયાઓ પ્રથમ ઝૂંમ્બામાં જોડાયા હતા. ત્યાર બાદ મેદાનમાં પતંગ ચગાવવામાં વિદેશી મહેમાનો મશગુલ થયા હતા. થોડાક જ સમયમાં આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું હતું. આ વચ્ચે એક પતંગ રસિક દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM OF INDIA - NARENDRA BHAI MODI) ના ફોટો સાથેની પતંગ ચગાવવામાં આવી હતી. આ પતંગમાં નીચે વન નેશન, વન ઇલેક્શન (ONE NATION - ONE ELECTION) લખવામાં આવ્યું હતું. આ મુદ્દો હાલ દેશભરમાં ચર્ચિત છે. અને સરકાર પણ તેના પર ગંભીર રીતે વિચારણા કરી રહી છે. આમ, દેશમાં અગત્યના પ્રશ્ન અને લોકોની પ્રબળ માંગને પતંગોત્સવમાં અનોખી રીતે રજુ કરવામાં આવ્યું હતું.
પ્રતિબદ્ધતા દર્શાવીએ તો ચોક્કસ ધ્યેય સફળ થાય
આ તકે શહેરના મેયર પિન્કીબેન સોનીએ મીડિયાને જણાવ્યું કે, વડોદરા પાલિકા દ્વારા વર્ષોથી આ પ્રકારનું ટુરીઝમને પ્રોત્સાહન આપતું અને આપણી સંસ્કૃતિ વિદેશી લોકો સુધી પહોંચે તે માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. પતંગ આપણને આપણા ધ્યેય અને લક્ષ્ય પર નજર રાખીને છીએ, અને તેના માટે પ્રતિબદ્ધતા દર્શાવીએ તો ચોક્કસ ધ્યેય સફળ થાય છે. આજે વડોદરામાં દુનિયાના 12 જેટલા દેશોમાંથી આવેલા પતંગ રસીકો અને પતંગબાજો શહેરના મહેમાન બન્યા છે. તેમના થકી વડોદરાની ઓળખ વૈશ્વિક સ્તરે પહોંચશે.
આ પણ વાંચો -- Rajkot : ઉત્તરાયણ પહેલા ખિસ્સા પર વધશે ભાર! ખાદ્યતેલની કિંમતોમાં થયો આટલો વધારો