Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પૂરમાં ફસાયેલ મહિલા ક્રિકેટરનું દિલધડક રેસ્ક્યૂ, લખ્યું, "Thank You, NDRF"

VADODARA : વડોદરા (VADODARA) માં વિતેલા 3 દિવસથી પૂર (FLOOD 2024) ની સ્થિતી છે. પૂરની સ્થિતીમાં આખાય શહેરનું જીનજીવન અસરગ્રસ્ત છે. ત્યારે આ પૂરની સ્થિતીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ક્રિકેટર રાધા યાદવ (India's left-arm spinner, Radha Yadav) પણ ફસાયા હતા....
vadodara   પૂરમાં ફસાયેલ મહિલા ક્રિકેટરનું દિલધડક રેસ્ક્યૂ  લખ્યું   thank you  ndrf

VADODARA : વડોદરા (VADODARA) માં વિતેલા 3 દિવસથી પૂર (FLOOD 2024) ની સ્થિતી છે. પૂરની સ્થિતીમાં આખાય શહેરનું જીનજીવન અસરગ્રસ્ત છે. ત્યારે આ પૂરની સ્થિતીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ક્રિકેટર રાધા યાદવ (India's left-arm spinner, Radha Yadav) પણ ફસાયા હતા. આ પરિસ્થિતીમાંથી તેમને એનડીઆરએફ (NDRF) દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આ વાતની જાણ રાધા યાદવે તેમના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી (INSTAGRAM STORY) મારફતે લોકોને જણાવી છે. જો કે, તેઓ કયા વિસ્તારમાં ફસાયા હતા તે અંગે કોઇ સ્પષ્ટતા મળી નથી.

Advertisement

ઉંચી બિલ્ડીંગમાં ફસાયા

વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પાણી હાલ ભયજનક સ્તરથી ઉપર વહી રહ્યા છે. આ સ્થિતી છેલ્લા ત્રણ દિવસથી છે. જેને પગલે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા છે. અને જનજીવન ભારે ખોરવાયું છે. તેવામાં વડોદરાવાસીઓની મદદ માટે તથા પૂરમાં રાહત-બચાવ કાર્ય કરવા માટે ભારતીય સેના, એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ટીમોને મોકલીને લોકો સુધી મદદ પહોંચાડવામાં આવી રહી છે. તાજેતરમાં વડોદરાની મુલાકાતે આવેલા ભારતીય ક્રિકેટ ટીમના બોલર રાધા યાદવ પૂરમાં ફસાયા હતા. તેઓ ઉંચી બિલ્ડીંગમાં ફસાયા હોવાનું અને તેમની આસાપાસ માણસો ડૂબી જાય તેટલું પાણી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગેની સ્ટોરી તેમણે તેમના ઇન્સાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તેમણે એનડીઆરએફની ટીમનો આભાર માન્યો છે.

Advertisement

રેસ્ક્યૂ કરવા બદલ એનડીઆરએફની ટીમનો આભાર

રાધા યાદવે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ટુંકો સંદેશો લખતા મુક્યું કે, અમે ખુબ ખરાબ પરિસ્થિતીમાં ફસાઇ ગયા હતા. અમને રેસ્ક્યૂ કરવા બદલ એનડીઆરએફની ટીમનો ખુબ ખુબ આભાર. રાધા યાદવ વડોદરામાં ફસાયા હોવાનું અને તેમને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હોવાની જાણ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર મુકેલી સ્ટોરી પરથી સામે આવ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : મુખ્યમંત્રીએ પૂરની સ્થિતીનો માંગ્યો રિપોર્ટ, ગૃહમંત્રી આજે શહેરની મુલાકાતે

Advertisement

Tags :
Advertisement

.