Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morbi : વાઘપરા વિસ્તારમાં રાધા-કૃષ્ણ મંદિરમાં તોડફોડ,વિધર્મી યુવકની પોલીસે કરી ધરપકડ

મોરબી શહેરમાં મંદિરમાં પથ્થરમારાના સમાચાર સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે આરતી સમયે એક શખ્સ દ્વારા મંદિર પર પથ્થરમારો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને...
morbi   વાઘપરા વિસ્તારમાં રાધા કૃષ્ણ મંદિરમાં તોડફોડ વિધર્મી યુવકની પોલીસે કરી ધરપકડ

મોરબી શહેરમાં મંદિરમાં પથ્થરમારાના સમાચાર સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે આરતી સમયે એક શખ્સ દ્વારા મંદિર પર પથ્થરમારો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, મોરબીના વાઘપરામાં આવેલા રાધા-કૃષ્ણ મંદિરે આજે વહેલી સવારે આરતીના સમયે મોહસીન નામનો શખ્સ પહોચ્યો હતો અને મંદિરના પૂજારી સાથે બબાલ કરીને અપશબ્દો બોલવા લાગ્યો હતો. જે બાદ તેણે ઉશ્કેરાઈને મંદિરના પૂજારી અને તેમના પત્ની પર પણ પથ્થરમારો કર્યો હતો. પૂજારીએ મંદિરનો દરવાજો બંધ કરતાં તેણે મંદિરના દરવાજા પર પણ પથ્થરમારો કર્યો હતો.

Advertisement

આ સાથે જ મોહસીને અપશબ્દો બોલીને મંદિરે આવતા લોકોને સળગાવી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને લઈને મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. તો આ અંગેની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

Advertisement

આપને જણાવી દઈએ કે, ગયા મહિને ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર અસમાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. શિવજીની શોભાયાત્રમાં થયેલ પથ્થર મારા બાદ ગામમાં અજંપા ભરી સ્થિતિ સર્જાઈ હતી. જે બાદ બંને પક્ષ તરફથી ફરિયાદ કરવામાં આવી હતી. પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી, પોલીસે 11 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. તો ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

આ  પણ  વાંચો -રેવન્યુ વિભાગમાં બદલી-બઢતીની મોસમ, 55 મામલતદારની બદલી

Tags :
Advertisement

.