ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : "સાહેબ ના મારશો", ફાયર કર્મી હાથ જોડીને કરગરતો રહ્યો, પણ...

VADODARA : વડોદરા (VADODARA) માં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર પાર્થ બ્રહ્મભટ્ટ (I/C CHIEF FIRE OFFICER PARTH BRAHMBHATT) વિવાદમાં આવ્યા છે. વડોદરામાં પૂર જેવી પરિસ્થિતી વચ્ચે તેમણે સ્ટેશન ફાયર ઓફીસરને માર માર્યો હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. કર્મચારીને બેરહેમી પૂર્વક...
10:17 AM Sep 30, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર પાર્થ બ્રહ્મભટ્ટ (I/C CHIEF FIRE OFFICER PARTH BRAHMBHATT) વિવાદમાં આવ્યા છે. વડોદરામાં પૂર જેવી પરિસ્થિતી વચ્ચે તેમણે સ્ટેશન ફાયર ઓફીસરને માર માર્યો હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. કર્મચારીને બેરહેમી પૂર્વક માર મારવામાં આવતા તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં સીટી સ્કેન સહિતના રિપોર્ટસ કરાવવામાં આવી રહ્યા છે. કર્મચારીએ રડમસ અવાજે વેદના વ્યક્ત કરતા મીડિયાને કહ્યું કે, હું પગે લાગી લાગીને કહેતો હતો કે, સાહેબ મને ના મારશો. છતાં ય તેમના હોદ્દાના નશામાં ચૂર થઇને મને બહુ માર્યો. આખરે આ મામલે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ પાર્થ બ્રહ્મભટ્ટની મુશ્કેલીઓમાં વધારો થાય તો નવાઇ નહીં.

અતિશય દારૂ પીધેલી હાલતમાં હતા

સમગ્ર ઘટનાક્રમ અંગે ફાયર વિભાગના પીડિત કર્મચારીએ મીડિયા સમક્ષ આરોપ મુકતા જણાવ્યું કે, મારૂ નામ ઠાકોર અમરસિંહ અક્ષયભાઇ છે. હું જીઆઇડીસી ફાયર બ્રિગેડમાં ફરજ બજાઉ છું. એનાઉન્સમેન્ટ કરવાનું હોવાથી મને બદામડી બાગ બોલાવવામાં આવ્યો હતો. એનાઉન્સમેન્ટ કરવાનું હતું એટલા માટે હું ગાડી લઇને આવ્યો હતો. ત્યાં ચીફ ફાયર ઓફીસર અતિશય દારૂ પીધેલી હાલતમાં હતા. ત્યાં જેમ તેમ ગાળો બોલીને મને માર મારતા જીઆઇડીસી સુધી લાવ્યા. મારો કોઇ વાંક ન્હતો. તેમણે કાચની સોડાની બોટલ મારી, મારો કોઇ વાંક ન્હતો. તેમને હતું કે, અમે જલ્દી કેમ ના આવ્યા, અમે ટ્રાફીકના હિસાબે અમારી રીતે પહોંચ્યા હતા. પણ બીજા કારણોસર મને ખુબ માર્યો. તેઓ ફુલ નશાની હાલતમાં હતા.

બહુ માર્યો તેની કોઇ હદ નહીં

વધુમાં તેમણે જણાવ્યું કે, મારી માંગ છે કે, મને ન્યાય મળવો જોઇએ. સાહેબનું આ પહેલી વખત નથી. પહેલા મને માર ન્હતો માર્યો, પણ ગાળો બોલીને વિચીત્ર વર્તન કર્યું હતું. કમિશનર સાહેબને આવેદન પત્ર આપીશ. મને બહુ ગંભીર રીતે માર્યો છે. મેં હાથ જોડીને કહ્યું કે, મારા નાના છોકરાઓ છે, સાહેબ મને ના મારશો. છતાં તેમણે બંધ કર્યું નહીં. એક આંખમાં મને ઓછુ દેખાય છે. હું પગે લાગી લાગીને કહેતો હતો કે, સાહેબ મને ના મારશો. છતાં ય તેમના હોદ્દાના નશામાં ચૂર થઇને મને બહુ માર્યો. બહુ માર્યો તેની કોઇ હદ નહીં. તમામ કર્મચારીઓની હાજરીમાં માર માર્યો છે. આ મામલે કડક કાર્યવાહી થવી જોઇએ. મારે નાના છોકરા છે, હું ઓન ડ્યુટી હતો, મને માર મારવો ના જોઇએ.

તેમને આ બધુ શોભતું નથી

સહકર્મીએ આરોપ મુકતા જણાવ્યું કે, જેને માર મારવામાં આવ્યો છે, તે અમરસિંહ ઠાકોર મારો સાથી કર્મચારી છે. આજે ઇમર્જન્સી ડિક્લેર કરવામાં આવી છે, અમે સેકન્ટ શિફ્ટમાં આવ્યા છીએ, અને બીજી નાઇટ શિફ્ટ પણ કરવાના છીએ. તેને કંટ્રોલમાંથી ફોન આવ્યો હતો, અને જણાવ્યું કે, એનાઉન્સમેન્ટ કરવા માટે બદામડી બાગ બોલાવ્યો હતો. જેથી તેણે અમને જાણ કરીને કહ્યું કે, જે વિસ્તારોમાં પાણીનું સ્તર વધ્યું છે, ત્યાં એનાઉન્સમેન્ટ માટે તેણે જવાનું છે. અહિંયાથી તે નિકળી ગયો, અને બાદમાં તેનો ફોન આવ્યો કે, મને ઇન્ચાર્જ સીએફઓ સાહેબ પાર્થ બ્રહ્મભટ્ટ માર મારી રહ્યા છે. જે બાદ અમે ટેન્શનમાં આવી ગયા હતા. તેઓ મોટ અધિકારી છે, તેમને આ બધુ શોભતું નથી.

200 મીટર નજીક તેને મારતા અમે જોયું છે

વધુમાં તેમણે જણાવ્યું કે, કેમકે નાના કર્મચારી ફાયર બ્રિગેડનો મેઇન કાર્યકર્તા છે. જેના દમ પર વિભાગ કામ કરે છે. અધિકારીઓ તો ખાલી ઓફીસમાં બેઠેલા રહે છે. કર્માચરી ફિલ્ડમાં ફાઇટ આપતા હોય. તેમનું વર્તન અમને ગમ્યું નથી. અમારી આંખોની સામે માર મારવામાં આવ્યો છે. તેમને આ શોભતું નથી. તેઓ નીચલા લેવલ પર પડ્યા હોવાનું અમને લાગે છે. તેને કંટ્રોલમાં માર મારવામાં આવ્યો છે. જીઆઇડીસીમાં તેને લાવ્યા ત્યાંથી તેને 200 મીટર નજીક તેને મારતા અમે જોયું છે. મેં એકલાએ નહીં જેઓ શિફ્ટમાં હાજર હતા. તમામે તેમને જોયા છે. અમારા ફાયર ઓફીસર નિકુંજ આઝાદ સાહેબ અને સબ ફાયર ઓફીસર ગઠવી સાહેબે પણ તેમને માર મારતા જોયા છે. આમાં કોઇ ડાઉટ નથી.

આ સિરીયસ કન્ડીશન છે

આખરમાં તેમણે ઉમેર્યું કે, અમને બહુ દુખ થાય છે. કર્મચારીને અધિકારી કયા બેઝ પર માર મારી શકે, તેઓ ઉપર પહોંચ્યા તેનો અમને આનંદ છે. તેઓ આટલા નીચા લેવલ પર ઉતરશે તેવું અમે વિચાર્યુ પણ ન્હતું. કર્માચારીના માથાના પાછળના ભાગે બોટલ મારવામાં આવી છે. હોસ્પિટલમાં તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું છે. આ સિરીયસ કન્ડીશન છે. જે અધિકારીએ આ કૃત્ય કર્યું છે, તે થર્ડ કેટેગરીના માણસ કરે તેવું કૃત્ય કર્યું છે. અમે બધા સાક્ષી છીએ, તેમણે માર માર્યો છે. હું જે કહું છું તે 100 ટકા વાત છે. ફાયર કર્મી લોકોનું રેસ્ક્યૂ કરવા ડબલ શિફ્ટ કરી રહ્યો છે. આજે તેને બોટલ ચઢાવીને લઇ જવાઇ રહ્યો છે.

આ પણ વાંચો -- Ahmedabad: ચાણક્યપુરીમાં આતંક મચાવનાર 15 અસામાજિક તત્વો સામે ગુનો દાખલ કરાયો

Tags :
badlybrahmbhattchiefcocontroversyfirehiti/cmisbehaveofficeparthVadodaraworker
Next Article