Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી શહેરની મુલાકાતે, કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ

VADODARA : આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT - HARSH SANGHAVI) વડોદરા (VADODARA VISIT) ની મુલાકાતે આવનાર છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ સાથે જ જેમના હસ્તે વડોદરાવાસીઓને કરોડો ના વિકાસકાર્યોની ભેંટ મળવા...
vadodara   ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી શહેરની મુલાકાતે  કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ

VADODARA : આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT - HARSH SANGHAVI) વડોદરા (VADODARA VISIT) ની મુલાકાતે આવનાર છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ સાથે જ જેમના હસ્તે વડોદરાવાસીઓને કરોડો ના વિકાસકાર્યોની ભેંટ મળવા જઇ રહી છે. નવરાત્રી (NAVRATRI) ના આઠમાં નોરતે શહેરની મુલાકાતે આવનાર હર્ષભાઇ સંઘવી શહેરના વિવિધ મોટા ગરબા ની મુલાકાતે પણ જનાર છે.

Advertisement

વિવિધ નાના-મોટા ગરબા આયોજનોની મુલાકાત લેશે

આજે નવરાત્રીનું આઠમું નોરતું છે. આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી વડોદરાની મુલાકાતે છે. શહેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત રૂ. 300 કરોડથી વધુના વિકાસકાર્યોનું તેમના હસ્તે લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવનાર છે. તેઓ સાંજે શહેરના મહેમાન બનશે. તેઓ શહેરને વિકાસકાર્યોની ભેંટ આપીને વિવિધ નાના-મોટા ગરબા આયોજનોની મુલાકાત લેશે. ગૃહમંત્રીના હસ્તે અટલાદરા એસટીપી, સરદાર એસ્ટેટ પંપીગ સ્ટેશન, જેલ રોડ ટાંકી અને પંપ હાઉસ સહિત વિવિધ શહેર જિલ્લાના વિકાસકાર્યો મળવા જઇ રહ્યા છે.

અનેકવિધ કાર્યો ચાલી રહ્યા છે

પાલિકા સુત્રોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા વિકાસ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે. જેના પગલે પાલિકા સેવાસેતુ, વિકાસ પદ યાત્રા, વિકાસકાર્યોનું લોકાર્પણ - ખાતમૂહુર્ત, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ કાર્યોની પ્રદર્શની, ડિજીટલ ઝૂંબેશ, સ્ટાર્ટ અપ માટેના કાર્યક્રમો, ભીંત ચિત્રો સહિત સુશોભનના પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ, ડિવાઇડરો પર રેલીંગ, ઝાડનું ટ્રીમીંગ તથા સાફ-સફાઇના કાર્યો સઘન રીતે કરવામાં આવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો -- Gandhinagar : શિક્ષકોની ભરતીને લઈને આવ્યા મોટા સમાચાર! શિક્ષણ વિભાગે કરી ખાસ જાહેરાત

Advertisement
Tags :
Advertisement

.