VADODARA : પૈસાની લેતી-દેતીમાં ઢોરમાર મારતા યુવકનું મોત
VADODARA : વડોદરામાં મિત્રએ મિત્રને પૈસાની લેતીદેતીમાં ઓફિસમાં બોલાવીને ઢોર માર મારતા તેનું મોત નિપજ્યું છે. આ હત્યાને છુપાવવા માટે આરોપીએ મિત્ર ઓફિસમાં ઢળી પડ઼્યો હોવાનું જણાવ્યું હતું. ઘટના અંગે જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. અને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં હત્યાનો મામલો સ્પષ્ટ થતા તે દિશામાં ટીમો દોડાવી હતી. જેમાં હાલ મુખ્ય આરોપી સહિત ત્રણને દબોચી લેવામાં સફળતા મળી છે. (YOUNG MAN HIT TO DEATH FOR UNPAID MONEY - VADODARA)
મૃકતના શરીરે નિશાન મળી આવ્યા
એસીપી ચાવડાએ મીડિયાને જણાવ્યું કે, ગઇ કાલે રાત્રે ફતેગંજ પોલીસ મથકની હદમાં વિશ્વજીત નામના શખ્સે ફોન કરીને વર્ધી લખાવી હતી કે, મારી ઓફિસમાં મારો મિત્ર પાર્થ ઉર્ફે રવી દિપકભાઇ સુથાર ઢળી પડ્યો છે. તેને હું 108 મારફતે હોસ્પિટલમાં લાવ્યો છું, જેમાં તબિબે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. પોલીસે સ્થળ પર જઇને જોતા મૃકતના શરીરે નિશાન મળી આવ્યા હતા. જે બાદ પોલીસે વર્ધિ લખાવનાર વિશ્વજીતનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેણે ફોન બંધ કરી દીધો હતો.
પરિસ્થિતીઓ જોતા ખુનનો ગુનો જણાયો
વધુમાં જણાવ્યું કે, જે બાદ સગાએ જણાવ્યું કે, વિશ્વજીત અને જયદીપ સોલંકી ગોરવા ખાતે આવ્યો હતો. અને મૃતકના પિતરાઇને મળ્યા હતા. અને પાર્થ સુથાર આરોપીની ગાડી લઇ ગયો છે, અને તે પાછી આપતો નથી અને તેનો સંપર્ક થઇ શક્તો નથી, તેમ જણાવ્યું હતું. તમારા ભાઇ જોડેથી ગાડી પાછી અપાવજો નહીં તો જોવા જેવી થશે. ત્યાર બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પરિસ્થિતીઓ જોતા ખુનનો ગુનો જણાતા, જેથી ફરિયાદ લઇ લીધો હતો. જુદી જુદી ટીમો તપાસમાં જોડાઇ હતી. બાદમાં વિશ્વજીતની ચોક્કસ માહિતી મેળવીને તેનો શોધી કાઢવામાં આવ્યો હતો. પહેલા તે કંઇ જાણતો નથી તેમ વર્તતો હતો, પોલીસે કડકાઇ દાખવતા તે પડી ભાંગ્યો અને વિગતો જણાવી હતી.
તે પાર્થને શોધતો હતો
વધુમાં ઉમેર્યું કે, આરોપીએ પોતાની કારને મૃતકને પ્રતિદીન રૂ. 3 હજાર લેખે ભાડે આપી હતી. ત્યાર બાદ 18 દિવસ જેટલો સમય વિતી ગયો છતાં મૃતકે કાર પરત આપી ન્હતી. જેથી તે પાર્થ અને કાર બંનેને શોધતો હતો. બાદમાં આરોપીને જાણવા મળ્યું કે, પાર્થે સાઠોદ ગામે આ કાર રૂ. 2 લાખમાં વેચી દીધી છે. જેથી તેની શોધ કરીને આરોપીએ કાર પરત મેળવી હતી. ત્યાર બાદ તે પાર્થને શોધતો હતો, તેની ભાળ મળતા તેનો ઓફીસે બોલાવ્યો હતો. અને પુછપરછ કરી હતી. જે બાદ ઝઘડો થયો હતો. વિશ્વજીતની પોતાની ટુર્સ અને ટ્રાવેલ્સની ઓફિસ છે. મૃતકને લાકડી, પટ્ટા અને શારીરિક બળથી હુમલો કર્યો હતો. મુખ્ય આરોપી વિશ્વજીત સિંહ વાધેલા, મિત્ર જયદીપ સોલંકી તથા અન્ય ત્રણ દ્વારા માર મારવામાં આવ્યો હતો.
ગાડી વેચી દીધી હોવાથી તેના પર રોષ હતો
આખરમાં ઉમેર્યું કે, મૃતકના પીએમમાં અનેક ઇજાઓ થવાના કારણે મૃત્યુ થવાનું કારણ હોવાનું તબિબોનું પ્રાથમિક તારણ છે. આ મૂળ પૈેસાની લેતીદેતીનો મામલો છે. મૃતકને શરીરના પાછળના ભાગે તથા પગના ભાગે નિશાન મળી આવ્યા છે. આ મામલામાંં રૂ. 54 હજાર આપવાના બાકી નીકળે છે, તેવું તપાસમાં સામે આવ્યું છે. આ સાથે ગાડી વેચી દીધી હોવાથી તેના પર રોષ હતો. આરોપીઓને હાલ કોઇ ગુનાહિતી ઇતિહાસ નથી.
આ પણ વાંચો --- VADODARA : 'ઘરે બધાને જાણ કરી દઇશ', ધમકાવીને યુવતી પર દુષકર્મ