Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ડોક્ટરની દવા અને તાંત્રિકના ઉપાયો અજમાવ્યા બાદ યુવતિનું મોત

VADODARA : વડોદરા (VADODARA) પાસેના વાઘોડિયામાં આવેલી ખાનગી યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થીનીને પેટમાં દુખાવો અને ઉલ્ટીની સમસ્યા એક સપ્તાહથી રહેતી હતી. તેનું નિદાન કરવા માટે તે ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવા અને તાંત્રિકના પાવડરનું સેવન કરતી હતી. જો કે, ગતસાંજે તેણીએ...
vadodara   ડોક્ટરની દવા અને તાંત્રિકના ઉપાયો અજમાવ્યા બાદ યુવતિનું મોત

VADODARA : વડોદરા (VADODARA) પાસેના વાઘોડિયામાં આવેલી ખાનગી યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થીનીને પેટમાં દુખાવો અને ઉલ્ટીની સમસ્યા એક સપ્તાહથી રહેતી હતી. તેનું નિદાન કરવા માટે તે ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવા અને તાંત્રિકના પાવડરનું સેવન કરતી હતી. જો કે, ગતસાંજે તેણીએ બંનેનું સેવન કર્યા બાદ તેની તબિયત લથડી હતી. અને તેને ખાનગી દવાખામાં લઇ જવામાં આવતા ફરજ પરના હાજર તબિબોએ તેને મૃત જાહેર કરી હતી. આ મામલાની જાણ કપુરાઇ પોલીસને થતા તાત્કાલીક સ્થળ પર પહોંચી તાંત્રિકના પાવડરને એફએસએલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે.

Advertisement

સેવન કર્યા બાદ તેની તબિયત લથડી

વડોદરા પાસે વાઘોડિયામાં આવેલી ખાનગી યુનિવર્સિટીમાં અવનીત શર્મા નામની યુવતિ અભ્યાસ કરતી હતી. તેને એક સપ્તાહ પૂર્વે પેટમાં દુખાવો અને ઉલ્ટીની સમસ્યા જણાતા ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. ત્યાંથી તે સાજી થતા તેને રજા આપવામાં આવી હતી. દરમિયાન હાલમાં તેની દવાઓ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવામાં ગતરોજ અવનીતાએ ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવા અને તાંત્રિક દ્વારા આપવામાં આવેલ પાવડરનું સેવન કર્યા બાદ તેની તબિયત લથડી હતી. તેને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તબિબોએ તેને મૃત જાહેર કરી હતી.

એફએસએલ માં મોકલી આપવામાં આવ્યો

આ ઘટના અંગે જાણ થતા જ કપુરાઇ પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. અને ખાસ કરીને તાંત્રિક દ્વારા આપવામાં આવેલા પાવડરને વધુ તપાસ માટે એફએસએલ માં મોકલી આપવામાં આવ્યો હતો. સાથે જ મધ્યપ્રદેશમાં રહેતા યુવતિના પરિવારને આ અંગેની જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા. યુવતિના મૃતદેહને વધુ તપાસ અર્થે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં પોસ્ટ મોર્ટમ થયા બાદ યુવતિના મૃતદેહને પરિવાર મધ્યપ્રદેશ લઇને રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ચાંદીપુરા વાયરસનો કહેર જારી, 8 દર્દીઓ સારવાર હેઠળ

Advertisement
Tags :
Advertisement

.