VADODARA : યુવતિ દુષ્કર્મ-સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યનો ભોગ બની, યુવકે ન્યૂડ ફોટા વાયરલ કર્યા
VADODARA : શહેર (VADODARA) ના વાઘોડીયા-ડભોઇ રીંગ રોડ પર રહેતી યુવતિ દુષ્કર્મનો ભોગ બની છે. તેણીને ડરાવી-ધમકાવી તથા તેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની સતત ધમકીઓ આપીને જુલાઇ - 2024 માં કારમાં બેસાડીને હોટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેણીની મરજી વિરૂદ્ધ આરોપી યુવકે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. આ બાદ આરોપી યુવક દ્વારા પીડિતાના ભાઇ-બહેનને જાનથી મારી નાંખવાની તથા ઘરના સભ્યોને ફોન કરીને ભારે પરેશાન કરવામાં આવતા હતા. આખરે ઉપરોક્ત મામલે મંજુસર પોલીસ મથકમાં દુષ્કર્મના આરોપી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિયા તે યુવતિ દબાણ કરતી
મામલે પ્રાપ્ત ટુંક વિગત અનુસાર, શહેરના વાઘોડીયા-ડભોઇ રીંગ રોડ પર રહેતી 19 વર્ષિય યુવતિ એક વર્ષથી નિસર્ગ ચૌહાણ નામના યુવકના સંપર્કમાં હતી. નિસર્ગ તેણીને ભારે પરેશાન કરીને સોશિયલ મીડિયા પર ગંદી વાતો કરવા માટે દબાણ કરતો હતો. અને તેણીના ન્યૂડ ફોટા મંગાવતો હતો. આ કામ યુવતિને પસંદ ન હોવાના કારણે તે વિરોધ કરતી હતી. જો કે, નિસર્ગનું ધાર્યું થાય તે માટે દિયા તે યુવતિ દબાણ કરતી હતી. નિસર્ગ અને દિયાના દબાણને વશ થઇ યુવતિએ પોતાના ન્યૂડ ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા.
નિસર્ગે યુવતીને લાફા મારી દીધા
ત્યાર બાદ યુવતિને દબાણમાં રાખવા માટે નવો સિલસિલો ચાલુ થયો હતો. નિસર્ગ ચૌહાણ યુવતિના ન્યૂડ ફોટા વાયરલ કરવાની અવાર-નવાર ધમકી આપતો હતો. જેથી યુવતિ પરેશાન રહેતી હતી. જુલાઇ - 2024 માં નિસર્ગ ચૌહાણ અને નિલરાજ પુવાર બંનેએ યુવતિને તેમની કારમાં બેસાડીને દુમાડ ચોકડી વિસ્તારમાં આવેલી હોટલમાં લઇ ગયા હતા. ત્યાં નિસર્ગે યુવતિને હોટલના રૂમમાં લઇ જઇને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટેની માંગણી કરી હતી. જેનો યુવતિએ પ્રતિકાર કર્યો હતો. ત્યાર બાદ ઉશ્કેરાયેલા નિસર્ગે યુવતીને લાફા મારી દીધા હતા.
ઘરના સભ્યોને અવાર-નવાર ફોન કરીને હેરાન પરેશાન
અને ત્યાર બાદ બળજબરી પૂર્વક તેના પર દુષ્કર્મ આચર્યું હતું. અને તેની જોડે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. આ બાદ પીડિતાએ નિસર્ગ જોડે કોઇ સંબંધ નહી રાખવા જણાવ્યું હતું. ત્યાર બાદ પીડિતાના ભાઇ-બહેનોને જાનથી મારી નાંખવાની ધમકી અને ઘરના સભ્યોને અવાર-નવાર ફોન કરીને હેરાન પરેશાન કરવાનો સિલસિલો શરૂ થયો હતો.
ત્રણ સામે ફરિયાદ
તે બાદ જુદા જુદા ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ આઇડી બનાવીને દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના ન્યૂડ ફોટો વાયરલ કરવામાં આવ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે નિસર્ગ ચૌહાણ, દિયા (બંને રહે. ગોધરા, પંચમહાલ) અને નીલરાજ પુવાર સામે મંજુસર પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : 29 હજાર મેટ્રીક ટન રેતીનું ગેરકાયદેસર ખનન બાદ તંત્ર જાગ્યું