Nude Painting ને નષ્ટ કરો છો, તો ખજુરાહો વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં : Bombay High Court
- ચિત્રકારોની Nude Painting ને નષ્ટ કરવા ઉપર લાગી રોક
- તમારો મધ્ય પ્રદેશમાં આવેલા ખજુરાહોને લઈ તમારો શું વિચાર છે?
- સામગ્રી વિરુદ્ધ કસ્ટમ એક્ટ 1964 હેઠળ કાર્યવાહી કરવામાં આવી
Seized Artworks by Souza and Padamsee : મશહૂર ચિત્રકાર એફ એન સૂજા અને અકબર પદ્મસીની બનાવવામાં આવેલી Nude Painting ને જપ્ત કરવામાં આવી છે. ત્યારે Bombay High Court એ કસ્ટમ અધિકારીઓ ઉપર સવાલ ઉઠાવ્યા છે. જોકે કસ્ટમ અધિકારીઓ ચિત્રકાર એફ એન સૂજા અને અકબર પદ્મસીની પાસે રહેલી Nude Painting ને ગત વર્ષે જપ્ત કરી હતી. ત્યારે Bombay High Court આજરોજ આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. તે ઉપરાંત ચિત્રકારની Nude Painting ને નષ્ટ કરવા ઉપર રોક લગાવવાનો પણ આદેશ ફટકાર્યો છે.
ચિત્રકારોની Nude Painting ને નષ્ટ કરવા ઉપર લાગી રોક
June and October 2022 દરમિયાન ચિત્રકાર એફ એન સૂજા અને અકબર પદ્મસીની ક્રમશ: 4 અને 3 Nude Painting ને જપ્ત કરવામાં આવી હતી. જોકે આ Nude Painting ને ચિત્રકાર એફ એન સૂજા અને અકબર પદ્મસીએ લંડનમાં આવેલી રોસબૈરી અને સ્કોટલેન્ડના ટર્નબુલમાંથી હરાજીના સમયગાળામાં લાખોની કિંમત ચૂકવીને ખરીદી હતી. પરંતુ જ્યારે એપ્રિલ 2023 ના સમયગાળામાં આ બંને ચિત્રકાર તેમણે ખરીદેલી Nude Painting ને ભારત પોતના ઘરમાં શોકેશ માટે લાવી રહ્યા હતા, ત્યારે તેમની Nude Painting ને હવાઈ મથક ઉપર કસ્ટમ અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. પરંતુ આ અંગે અરજદારોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: પત્નીની જાણ બહાર દાગીના ગિરવે મૂકવા વિશ્વાસઘાત અને દંડનીય : Kerala High Court
High Court bars destroying of confiscated artworks of FN Souza, Akbar Padamsee
The bench was hearing a petition filed by BK Polimex India Pvt Ltd., a company owned by Mumbai-based businessman and art collector Mustafa Karachiwala.https://t.co/1TsucHjep6
— Law Today (@LawTodayLive) October 25, 2024
તમારો મધ્ય પ્રદેશમાં આવેલા ખજુરાહોને લઈ તમારો શું વિચાર છે?
Justices M S Sonak and Jitendra Jain ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલી સુનાવણીના સમયે ચિત્રકારના પક્ષમાં નિર્ણય જાહેર કરાવમાં આવ્યો છે. જોકે આ ચિત્રકાર માટે મુંબઈ શહેરમાં આવેલી વ્યાવસાયિક અને કલાકૃતિના જાણકાર મુસ્તફા કરાચીવાની કંપની બી કે પોલીમેક્સ ઈન્ડિયાની મદદથી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. Justices M S Sonak and Jitendra Jain એ કસ્ટમ અધિકારીઓને સવાલ પૂછ્યો હતો કે, જો તમે ચિત્રકારની આ પ્રકારના ચિત્રો જપ્ત કરો છો. તો તમારો મધ્ય પ્રદેશમાં આવેલા ખજુરાહોને લઈ તમારો શું વિચાર છે?
સામગ્રી વિરુદ્ધ કસ્ટમ એક્ટ 1964 હેઠળ કાર્યવાહી કરવામાં આવી
Bombay High Court એ જણાવ્યું છે કે, એફ એન સૂજા અને અકબર પદ્મસીની એક ચિત્રકાર છે. તે ઉપરાંત કસ્ટમ અધિકારીઓ દ્વારા જે Nude Painting ને જપ્ત કરવામાં આવી છે. તેને કોઈપણ રીતે નષ્ટ કરવામાં આવશે નહીં. તો બીજી તરફ કસ્ટમ અધિકારીઓનો વકીલે જણાવ્યું હતું કે, તે પ્રતિબંધિત સામાગ્રી હતી. જે અશ્લીલ સામગ્રી અંતર્ગત આવે છે. તે ઉપરાંત આ સામગ્રી વિરુદ્ધ કસ્ટમ એક્ટ 1964 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મસ્જિદમાં જય શ્રી રામ બોલવું એ ધર્મ વિરોધી કૃત્ય નથી : Karnataka High Court