Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : મિત્રની પાર્ટીમાં જવાની ના પાડતા ધુલાઇ

VADODARA : વડોદરા (VADODARA) માં રસ્તામાં મળેલા મિત્ર દ્વારા પાર્ટી કરવા જવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના જવાબમાં ના પાડતા મિત્રએ અન્ય સાથે મળીને ધુલાઇ કરી હોવાની ઘટના પોલીસ ચોંપડે નોંધાવવા પામી હતી. સમગ્ર મામલે મંજુસર પોલીસ મથક (MANJUSAR...
11:38 AM Aug 23, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં રસ્તામાં મળેલા મિત્ર દ્વારા પાર્ટી કરવા જવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના જવાબમાં ના પાડતા મિત્રએ અન્ય સાથે મળીને ધુલાઇ કરી હોવાની ઘટના પોલીસ ચોંપડે નોંધાવવા પામી હતી. સમગ્ર મામલે મંજુસર પોલીસ મથક (MANJUSAR POLICE STATION) માં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઓફીસથી વેમાલી ગામે જઇ રહ્યા હતા

વડોદરા ગ્રામ્યના મંજુસર પોલીસ મથકમાં દિપકભાઇ સોમાભાઇ મકવાણા (રહે. ચાણક્યપુરી, સમા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ વેપાર કરીને જીવનગુજરાન ચલાવે છે. 21 ઓગસ્ટના રોજ તેઓ સમા-સાવલી રોડ ખાતે આવેલી ઓફીસમાં હાજર હતા. બાદમાં રાત્રે તેઓ ઓફીસથી વેમાલી ગામે જઇ રહ્યા હતા. તેવામાં રસ્તામાં મિત્ર દર્શન મેકવાન એક્ટીવા લઇને ઉભો હતો.

તને જોઇ લઇશ, સમામાં નહી રહેવા દઉં

દર્શને ફરિયાદીને જણાવ્યું કે, ચાલો આપણે અજયની દુકાને જઇએ અને પાર્ટી કરીએ. જેમાં ફરિયાદીએ ના પાડી હતી. બાદમાં દર્શને ભારપુર્વક કહ્યું કે, તમારે આવવું જ પડશે. અને બાદમાં ફરિયાદીને અજયની દુકાને લઇ ગયા હતા. દુકાને કામ કરતો તોતો તથા અન્ય હાજર હતા. ત્યાર બાદ દર્શને કહ્યું કે, ચાલો આપણે પાર્ટી કરીએ, બાદમાં તોતાએ ફરિયાદીને ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું. તેને અંગે પુછતા તે ઉશ્કેરાઇ ગયો હતો. અને કહ્યું કે, તને જોઇ લઇશ. સમામાં નહી રહેવા દઉં. તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેવામાં દર્શન મેકવાન અને તોતાએ ફરિયાદીને પકડી રાખી અન્ય એક કાર ચાલકે ફરિયાદીનું ગળુ દબાવ્યું હતું. અને ત્યાર બાદ હાથમાં પથ્થર લઇને માથામાં અને પાછળના ભાગે ઇજાઓ પહોંચોડી હતી. બાદમાં ઇજાગ્રસ્ત ફરિયાદીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.

પોલીસે મામલે વધુ કારદેસરની કાર્યવાહી હાથ ધરી

આખરે ઉપરોક્ત મામલે દર્શન મેકવાન, તોતો અને અજાણ્યા કાર ચાલક સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કારદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : સસ્તા મોબાઇલ રીચાર્જના નામે ઠગાઇની માયાજાળ

Tags :
afterFriendgoesJoinpartyrefusingtoVadodaraViolent
Next Article