VADODARA : તહેવાર ટાણે ફાયર વિભાગને 62 કોલ મળ્યા, કોઇ મોટી દુર્ઘટના નહીં
VADODARA : દિપાવલી પર્વ ટાણે વડોદરાા ફાયર વિભાગ (VADODARA FIRE DEPARTMENT) દ્વારા કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી હતી. અને તેમને ઇમરજન્સી સમયે સ્ટેન્ડ બાય મુકવામાં આવ્યા હતા. વડોદરા ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર નિકુંજ આઝાદના જણાવ્યા પ્રમાણે, દિવાળી, પડતર દિવસ, બેસતુ વર્ષ અને ભાઇબીજમાં આપણી પાસે ફટાકડા, શોર્ટ સર્કિટ તથા અન્ય કારણોસર આગના નાના-મોટા મળીને 62 કોલ આવ્યા હતા. કોઇ મેજર કોલ નોંધાયો નથી. આ વખતે ફટાકડાના કારણે આગ લાગવાની ઘણી ઓછી ઘટનાઓ સામે આવી છે.
55 કોલ પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડાથી આગના હોવાનું જાણવા મળ્યું
સામાન્ય દિવસો કરતા દિવાળીના દિવસોમાં આગ લાગવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવતી હોય છે. પરંતુ આ વખતે સિલસિલો ગતવર્ષ કરતા ઘટ્યો હોવાનું ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર જણાવી રહ્યા છે. દિવાળીથી લઇને ભાઇબીજ સુધી ફાયર વિભાગને 62 કોલ મળ્યા હતા. તે પૈકી 55 કોલ પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડાથી આગના હોવાનું જાણવા મળ્યું છે.
કોઇ મેજર કોલ નોંધાયો નથી
વડોદરાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર નિકુંજ આઝાદે જણાવ્યું કે, વડોદરા ફાયર વિભાગ દ્વારા દિવાળી પર્વ પર તમામ સ્ટાફની રજાઓ રદ્દ કરી હતી. તેની સાથે સ્ટાફને સ્ટેન્ડ બાય મુકવામાં આવ્યો હતો. દિવાળી, પડતર દિવસ, બેસતુ વર્ષ અને ભાઇબીજમાં આપણી પાસે ફટાકડા, શોર્ટ સર્કિટ તથા અન્ય કારણોસર આગના નાના-મોટા મળીને 62 કોલ આવ્યા હતા. કોઇ મેજર કોલ નોંધાયો નથી.
પાછળના ભાગમાં ટાયર સ્ટોર કરવાનું બંધ કરવાનું સુચન હતું
તાજેતરમાં ટાયરની દુકાનમાં લાગેલી ભીષણ આગ અંગે તેમણે જણાવ્યું કે, અમે તપાસ કરી રહ્યા છે. જે તે સમયે તેમને એનઓસી મેળવી હતી. પાછળના ભાગમાં ટાયર સ્ટોર કરવાનું તાત્કાલિક બંધ કરી દેવા સુચન કરવામાં આવ્યું હતું. તે મામલે આગળની કાર્યવાહી હાથ કરવામાં આવશે. આ વખતે ફટાકડાના કારણે આગ લાગવાની ઘણી ઓછી ઘટનાઓ સામે આવી છે. ચાઇનીઝ ફટાકટા, હવાઇ, રોકેટ તથા અન્યનો ઉપયોગ ઓછો થયો છે. 62 પૈકી 55 જેટલી આગની ઘટનાઓ ફટાકડાના કારણે થઇ હોવાનું પ્રાથમિક તબક્કે જણાઇ આવે છે.
આ પણ વાંચો -- VADODARA : સુવિધાસભર નિઝામપુરા અતિથિ ગૃહમાં પ્રસંગ કરવા હજી વાટ જોવી પડશે