Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ઈર્ષાળુ કૌટુંબિક ભાઇએ ચાકુના ઉપરા-છાપરી ઘા ઝીંકતા મોત

VADODARA : વડોદરા (VADODARA) ના છાણી વિસ્તારમાં ભાઈ સાથે ઝઘડો કરતા યુવકને કૌટુંબીક ભાઈ સહિતના લોકો સમજાવવા માટે ગયા હતા. તે દરમિયાન તેણે તુમ સબ કો જાન સે માર ડાલુંગા તેવી ધમકી આપી હતી. અને કુટુંબીક ભાઈ ઉપર ચાકુના ધા...
vadodara   ઈર્ષાળુ કૌટુંબિક ભાઇએ ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકતા મોત

VADODARA : વડોદરા (VADODARA) ના છાણી વિસ્તારમાં ભાઈ સાથે ઝઘડો કરતા યુવકને કૌટુંબીક ભાઈ સહિતના લોકો સમજાવવા માટે ગયા હતા. તે દરમિયાન તેણે તુમ સબ કો જાન સે માર ડાલુંગા તેવી ધમકી આપી હતી. અને કુટુંબીક ભાઈ ઉપર ચાકુના ધા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મામલે ફતેગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

Advertisement

ઝઘડો નહીં કરવા માટે સમજાવતા હતા

ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અરબાઝ તપસીલ પઠાણે નોંધાવેલી ફરિયાદ મુજબ છાણી જકાતનાકા પાસે ચીસ્તીયા નગર મકાન નંબર 41માં રહેતા નૂર હસન અબ્દુલ હસન પઠાણ 16 ઓગસ્ટના રોજ 11:30 વાગ્યાના અરસામાં પોતાના ભાઈને કામ પર લઈ ગયો હતો. અરબાઝ નોકરી કરતો હતો, જે નૂર હસનને ગમતું ન્હતું. અને તેનાથી તેને ઈર્ષા થતી હોવાથી તે તેને ગાળો આપી ચાકુ વડે તેને ડરાવતો હતો. પરંતુ તેને અરબાઝ સહિતના લોકો ઝઘડો નહીં કરવા માટે સમજાવતા હતા. છતાં નૂર હસન કોઇનું માનતો ન્હતો. અને હવામાં ચાકુ ફેરવતો હતો.

છાતીના ભાગે ઉપરાછાપરી ઘા માર્યા

તે હજરત અલી ચીસ્તીયા નગર ચાર રસ્તા પાસે ગયો હતો. ત્યાં રિઝવાન ઝાકીર અલી પઠાણ તથા હઝરત અલી અકબર અલી પઠાણ પણ હાજર હતા. ત્યારે નૂર હસનને કહ્યું, કે આજ તુમ સબકો જાન સે માર ડાલુંગા. તેવી ધમકી આપી રિઝવાન પઠાણ પર ચાકુથી હુમલો કર્યા, બાદ હજરત અલી અકબર અલી પઠાણ પણ તેને રોકવા જતા છાતીના ભાગે ઉપરાછાપરી ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેની જાણ ફતેગંજ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઈને હત્યારા નૂર હસન અબ્દુલ હસન પઠાણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી અને મરણ જનાર કુટુંબીક ભાઈઓ થાય છે પોલીસ દ્વારા કયા કારણોસર પોતાના કુટુંબિક ભાઈને ખુદ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો તેના માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : નર્મદા નદીમાં યુવક તણાયો, પગ લપસ્યા બાદથી લાપતા

Advertisement
Tags :
Advertisement

.