Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સ્વ. અંશુમાન ગાયકવાડની પ્રાર્થના સભામાં જય શાહ, કપિલ દેવ સહિતના દિગ્ગજો હાજર રહેશે

VADODARA : 31, જુલાઇ 2024 ના રોજ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કોચ અંશુમાન ગાયકવાડ (EX CRICKETER ANSHUMAN GAEKWAD) નું સારવાર દરમિયાન નિધન થયું હતું. તેમને કેન્સરની બિમારીનું નિદાન થતા તેઓ વિદેશથી સ્વદેશ પરત ફર્યા હતા. દરમિયાન તેમની સારવાર...
vadodara   સ્વ  અંશુમાન ગાયકવાડની પ્રાર્થના સભામાં જય શાહ  કપિલ દેવ સહિતના દિગ્ગજો હાજર રહેશે

VADODARA : 31, જુલાઇ 2024 ના રોજ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કોચ અંશુમાન ગાયકવાડ (EX CRICKETER ANSHUMAN GAEKWAD) નું સારવાર દરમિયાન નિધન થયું હતું. તેમને કેન્સરની બિમારીનું નિદાન થતા તેઓ વિદેશથી સ્વદેશ પરત ફર્યા હતા. દરમિયાન તેમની સારવાર માટે કપિલ દેવ તથા અન્ય એક સમયના અન્ય સાથી ક્રિકેટરો દ્વારા બીસીસીઆઇને ભલામણ કરવામાં આવતા રૂ. 1 કરોડની સહાય કરવામાં આવી હતી. આવતી કાલે વડોદરામાં તેમની પ્રાર્થના સભાનું આયોજન રાખવામાં આવ્યું છે. જેમાં બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ, પૂર્વ ક્રિકેટર સુનિલ ગવાસ્કર તથા કપિલ દેવ સહિત અનેક દિગ્ગજો હાજર રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

કેન્સરનું નિદાન થતા તેમની સારવાર ચાલી

વડોદરાના ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડ ધ ગ્રેટ વોલ તરીકે ઓળખાતા હતા. તેઓ દેશની ટીમના કોચ પણ રહી ચૂક્યા હતા. તાજેતરમાં તેમને કેન્સરનું નિદાન થતા તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. તેમની અંતિમ ક્રિયામાં વડોદરાના ક્રિકેટ જગતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને છેલ્લે સુધી રહી પરિવારને પોતાનો સપોર્ટ આપ્યો હતો. જો કે, તે સમયે ગણતરીના જ અન્ય દિગ્ગજો પણ હાજર રહ્યા હતા.

સિક્યોરીટી બંદોબસ્ત લોખંડી રહેશે

જે બાદ આવતી કાલે 8 ઓગષ્ટના રોજ વડોદરામાં સ્વગ્રીય અંશુમાન ગાયકવાડની પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. બીસીએ સુત્રોના જણાવ્યા અનુસાર, આ સભામાં બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ, પૂર્વ ક્રિકેટર સુનિલ ગવાસ્કર, કપિલ દેવ સહિતના અન્ય દિગ્ગજો હાજર રહેશે. વીવીઆઇપી લોકોની હાજરીને પગલે સિક્યોરીટી બંદોબસ્ત લોખંડી રહેવાનો અંદાજ છે. આવતી કાલે શહેરની મુલાકાતે આવનાર ક્રિકેટ જગતના અનેક સિતારાઓ સ્વ. અંશુમન ગાયકવાડ જોડેના તેમના સંસ્મરણો વાગોળશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ધોળે દહાડે સ્માર્ટ સિટીમાં ગટરનાં ઢાંકણા ચોરાયા

Advertisement
Tags :
Advertisement

.