Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dev Anand-યાદગાર-અઢળક મજેદાર ગીતોભરી ફિલ્મોનો બાદશાહ

Dev Anandની ફિલ્મ કારકિર્દી વિશે વાત માંડીએ ત્યારે એમની ફિલ્મના ગીત – સંગીત વિશે વાત કર્યા વિના ચાલે નહીં. દેવસાહેબનાં યાદગાર-મજેદાર ગીતો અઢળક છે. એમાંથી વીણવા એ ગુલાબના બગીચામાંથી ગુલાબ પસંદ કરવા જેવું અઘરું કામ છે. આખો બગીચો જ લઈ...
dev anand યાદગાર અઢળક મજેદાર ગીતોભરી ફિલ્મોનો બાદશાહ
Advertisement

Dev Anandની ફિલ્મ કારકિર્દી વિશે વાત માંડીએ ત્યારે એમની ફિલ્મના ગીત – સંગીત વિશે વાત કર્યા વિના ચાલે નહીં. દેવસાહેબનાં યાદગાર-મજેદાર ગીતો અઢળક છે. એમાંથી વીણવા એ ગુલાબના બગીચામાંથી ગુલાબ પસંદ કરવા જેવું અઘરું કામ છે. આખો બગીચો જ લઈ લેવાનું મન થાય એવા નાયાબ ગીત દેવસાબના ઉદ્યાનમાં છે. અહીં એવાં ગીતોની નાનકડી યાદી આપી છે જે તેના ગીત-સંગીત સિવાયના કોઈ વિશિષ્ટ તત્ત્વ માટે જાણીતા છે.

યુગલ ગીત બેકગ્રાઉન્ડમાં-બોલિવૂડના ઇતિહાસમાં પ્રથમ 

રીમઝીમ કે તરાને લેકે આયી બરસાત-કાલા બાઝાર (૧૯૬૦): શૈલેન્દ્ર લિખિત અને એ ડી બર્મને સ્વરબદ્ધ કરેલા આ યુગલ ગીતને કંઠ આપ્યો છે મોહમ્મદ રફી-ગીતા દત્તે. વરસાદી ગીતોમાં આ સોન્ગ અલાયદું સ્થાન ધરાવે છે અને હિન્દી ફિલ્મ સંગીતના ઈતિહાસમાં આ પહેલો પ્રસંગ છે જેમાં યુગલ ગીત બેકગ્રાઉન્ડમાં છે. મતલબ કે દેવ આનંદ કે વહિદા રહેમાન પડદા પર ગીત ગાતા નજરે નથી પડતાં. ગીત બેકગ્રાઉન્ડમાં પિક્ચરાઇઝ કરવાનો આગ્રહ બર્મનદાનો હતો. તેમને અને ગીતનું ચિત્રીકરણ કરનારા વિજય આનંદને સલામ મારવી પડે કે રોમેન્ટિક અંદાજના ગીતને મર્યાદા (હીરો-હિરોઈનના ડાન્સ નહીં, કોઈ રોમેન્ટિક સ્થળ નહીં, ગંભીર ચહેરા વગેરે) હોવા છતાં કેવું યાદગાર બનાવી દીધું.

Advertisement

તલત મહેમુદનો મખમલી અવાજ 

જાએં તો જાએં કહાં – ટેક્સી ડ્રાઈવર (૧૯૫૪): દેવસાબની કારકિર્દીની પ્રારંભના કેટલાક ગીત તલત મેહમૂદે ગાયા છે જેમાં સૌથી લોકપ્રિય ગીત ‘ટેક્સી ડ્રાઈવર’નું છે. આમ તો દેવ આનંદનો આગ્રહ કિશોર કુમાર માટે જ રહેતો પણ દર્દ નીતરતા આ ગીતને કિશોરદા કેવો ન્યાય આપશે એ વિશે કદાચ બર્મનદાના મનમાં શંકા હશે એટલે અને તલતસાબની આવા ગીત ગાવામાં હથોટી હોવાથી મેળ બેસી ગયો. ‘પતિતા’માં તો શંકર જયકિશને દેવસાબ પરનું રોમેન્ટિક યુગલ ગીત ‘યાદ કિયા દિલને કહાં હો તુમ’ હેમંત કુમાર પાસે અને બે ગીત ‘અંધે જહાં કે અંધે રાસ્તે’ અને ‘હૈ સબસે મધુર વો ગીત’ તલત સાબ પાસે ગવરાવ્યા છે. એમાંય ‘અંધે જહાં કે’ ગીત જુઓ તો દિલીપ કુમારનું જ ગીત લાગે.

Advertisement

વિજય આનંદના બેમિસાલ પિક્ચરાઇઝેશનને દેવ આનંદ અને વહિદા રહેમાને લાજવાબ ન્યાય આપ્યો

 તેરે મેરે સપને અબ એક રંગ હૈ – ગાઈડ (૧૯૬૫): અદભુત પ્રેમ ગીત જેના અક્ષર અક્ષરમાં, દરેક સૂરમાં, નાયક – નાયિકાના અભિનયમાં, કેમેરા મૂવમેન્ટમાં અને આસપાસના વાતાવરણમાં કેવળ રોમેન્સ, રોમેન્સ અને રોમેન્સ જ નીતરે છે. પ્રેમની માસૂમિયતનો અનુભવ કરાવતું ૪ મિનિટ ૧૦ સેક્ધડનું ગીત માત્ર ત્રણ શોટમાં ફિલ્માવવામાં આવ્યું છે એ એની ખાસિયત છે. વિજય આનંદના બેમિસાલ પિક્ચરાઇઝેશનને Dev Anand અને વહિદા રહેમાને લાજવાબ ન્યાય આપ્યો છે. પ્રેમની અલગ જ પરાકાષ્ઠાનો અનુભવ આ ગીતમાં થાય છે.

બે પ્રેમી-લવ બર્ડ્સ મળે ત્યારે ઘડિયાળ-સમય વિલનનું કામ કરે

અભી ના જાઓ છોડકર –  હમ દોનો: (૧૯૬૧): શાહરુખ ખાનને એક વાર પૂછવામાં આવ્યું કે હિન્દી ફિલ્મોનું સર્વોત્તમ રોમેન્ટિક ગીત કયું? પળવારમાં કિંગ ખાને જવાબ આપ્યો કે ‘અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં.’ બે પ્રેમી-લવ બર્ડ્સ મળે ત્યારે ઘડિયાળ-સમય વિલનનું કામ કરે. ‘મોડી પહોંચી તો ઘરે મા ખીજાશે અને વહેલી નીકળી તો પ્રેમી પજવશે’ એ દ્વંદ્વ યુદ્ધ સાધના પડદા પર સાકાર કરે છે અને સમયની સાડીબારી નહીં રાખતા દેવ આનંદ ‘અભી તો કુછ કહા નહીં, અભી તો કુછ સુના નહીં’માં અતૃપ્ત ભાવને કેવો રમતિયાળ બનાવી દે છે. સિગારેટ ન પિતા હોવા છતાં લાઈટર રાખવાનું અનેક લોકોને મન થયું હશે.

સમગ્ર ગીતના ભાવ કાનમાં ગૂંજ્યા કરે

દિલ કા ભંવર કરે પુકાર-તેરે ઘર કે સામને (૧૯૬૩): Dev Anand-નૂતનના આ રોમેન્ટિક યુગલ ગીતના અમુક ભાગનું પિક્ચરાઈઝેશન દિલ્હીના કુતુબ મિનારમાં કરવામાં આવ્યું હતું. રોમેન્ટિક સોન્ગ માટે કુતુબ મિનાર બકવાસ જગ્યા કહેવાય, પણ ડિરેક્ટર વિજય આનંદની કલ્પના અને દેવ – નૂતનની લાજવાબ અદાને કારણે સમગ્ર ગીતના ભાવ કાનમાં ગૂંજ્યા કરે અને આંખમાં બંનેના ચહેરા રમ્યા કરે છે. કેમેરા મૂવમેન્ટમાં પડતી અગવડને કારણે ગીતના મોટા હિસ્સાનું ફિલ્માંકન કુતુબ મિનારની પ્રતિકૃતિ મેહબૂબ સ્ટુડિયોમાં ઊભી કરી કરવામાં આવ્યું હતું. જોકે, ગીત જોતી વખતે એનો ખ્યાલ નથી આવતો.

દેવ આનંદનાં ગીતો માટે મુકેશનો વિચાર આવે?

ચલ રી સજની અબ ક્યા સોચે-બમ્બઈ કા બાબુ (૧૯૬૦): દિલીપ કુમાર કે રાજ કપૂરનાં ગીતો માટે જેમ કિશોર કુમારની કલ્પના ન થઈ શકે એમ દેવ આનંદનાં ગીતો માટે મુકેશનો વિચાર ન આવે. આ ગીત એમાં અપવાદ છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં આવતું આ ગીત બેકગ્રાઉન્ડમાં છે. મતલબ કે દેવસાબ પડદા પર ગીત નથી ગાઈ રહ્યા.

૫૦૦થી વધુ ગીત ફિલ્મોમાં રજૂ કરનારા દેવ સાબ માટે મુકેશે માત્ર ચાર ગીતમાં પ્લેબેક આપ્યું

જોકે, એક વાત સ્વીકારવી રહી કે વ્યવહારિક સ્વરૂપે બહેનને વિદાય આપી રહેલો નાયક હકીકતમાં તો પ્રેમિકાના લગ્ન કરાવી રહ્યો છે. મુકેશજીના સ્વરમાં વ્યક્ત થતી અસહ્ય પીડાને દેવસાબે અત્યંત પ્રભાવીપણે રજૂ કરી છે. ખાંખાંખોળાં કરતા જાણવા મળે છે કે ૫૦૦થી વધુ ગીત ફિલ્મોમાં રજૂ કરનારા દેવ સાબ માટે મુકેશે ગણીને ચાર ગીતમાં પ્લેબેક આપ્યું છે. બાકીના ત્રણ ગીતમાંથી બે તો દેવ આનંદને પણ હયાતી દરમિયાન યાદ નહીં રહ્યા હોય. એક છે ‘બહે કભી ના નૈન સે નીર’ (વિદ્યા-૧૯૪૮). આ ગીત જોશો તો સાયગલ સાહેબના જમાનામાં નાયક એક જગ્યાએ ઊભો રહી ગીત ગાઈ નાખતો એ પ્રકારનું છે. અને હા, યંગ Dev Anand ઝભ્ભો પહેરેલા કેવા લાગે? બીજું છે ‘વિદ્યા’નું જ ‘લાયી ખુશી કી દુનિયા’ મુકેશ-સુરૈયાનું યુગલગીત છે. ત્રીજું ગીત છે ‘યે દુનિયા હૈ યહાં દિલ કો લગાના કિસકો આતા હૈ’ (શાયર-૧૯૪૯) જેમાં ફરી સ્થિર ભાવ ધારણ કરેલા Dev Anandને જોઈ રીતસરની અકળામણ થાય. અલબત્ત આ ત્રણેય તેમની કારકિર્દીની પ્રારંભના ગીત છે.

આ પણ વાંચો- Johnny Lever- પાપી પેટ કી ખાતીર જગ કો હંસાયા 

Advertisement

Trending News

.

×