Anshuman Gaikwad: પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન
- પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું નિધન
- છેલ્લાં ઘણાં દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા
- 71 વર્ષની વયે અંશુમાન ગાયકવાડનું નિધન
Anshuman Gaikwad : ભારતીય ક્રિકેટ દિગ્ગજ અંશુમન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન થયું છે. 71 વર્ષીય ગાયકવાડે 22 વર્ષની કારકિર્દીમાં 40 ટેસ્ટ અને 205 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. દિગ્ગજ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું કેન્સર સામે લાંબી લડાઈ હારી ગયા બાદ બુધવારે 71 વર્ષની વયે અવસાન થયું હતું. ગાયકવાડ લંડન ગયા હતા અને સારવાર ચાલુ રાખવા માટે એક મહિના પહેલા બરોડા પરત ફર્યા હતા. 71 વર્ષીય ગાયકવાડે 22 વર્ષની કારકિર્દીમાં 40 ટેસ્ટ અને 205 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. બાદમાં તેણે ભારતીય ટીમના કોચનું પદ સંભાળ્યું. તેની સૌથી મોટી ક્ષણો 1998માં શારજાહમાં અને ફિરોઝશાહ કોટલામાં આવી હતી જ્યારે અનિલ કુંબલેએ 1999માં પાકિસ્તાન સામેની એક ઇનિંગમાં તમામ દસ વિકેટ લીધી હતી.
પૂર્વ ભારતીય ક્રિકેટર અને બરોડાના દિગ્ગજ ખેલાડી અંશુમાન ગાયકવાડ (Anshuman Gaikwad) છેલ્લા એક વર્ષથી બ્લડ કેન્સ (blood cancer)ર સામે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમની વડોદરાની ભાઈલાલભાઈ હોસ્પિટલમાં (Bhailalbhai Hospital) સારવાર ચાલતી હતી. અંશુમાન ગાયકવાડ ભારત માટે લાંબી ઈનિંગ્સ રમ્યા હતા. તેઓ પૂર્વ ભારતીય ટીમના પસંદગીકાર (Ex Chief selector), ભારતીય ક્રિકેટ ટીમના કોચ (ex head coach of team india) અને બીસીસીઆઈ સેક્રેટરી (BCCI secretary) રહી ચુક્યા છે.
My deepest condolences to the family and friends of Mr Aunshuman Gaekwad. Heartbreaking for the entire cricket fraternity. May his soul rest in peace🙏
— Jay Shah (@JayShah) July 31, 2024
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ અજાયબીઓ કરી
71 વર્ષીય અંશુમને 206 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 41.56ની એવરેજથી 12,136 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 34 સદી અને 47 અડધી સદી આવી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 225 રન હતો. આ સિવાય ગાયકવાડે 55 લિસ્ટ-એ મેચો પણ રમી હતી, જેમાં તેણે 32.67ની એવરેજથી કુલ 1601 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો -MS Dhoni એ પસંદ કર્યો પોતાનો ફેવરિટ બોલર, નામ જાણીને તમે પણ ચોંકી જશો
નિવૃત્તિ પછી કોચિંગમાં કારકિર્દી બનાવી
ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી અંશુમને કોચિંગને તેની કારકિર્દી તરીકે લીધી. તેઓ 1997-99 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હતા. ગાયકવાડે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) માટે પણ કામ કર્યું હતું અને 2000માં આ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા.જૂન 2018 માં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગાયકવાડને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા. અંશુમન ગાયકવાડના પિતા દત્તા ગાયકવાડે પણ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ પણ વાંચો -IND vs SL: વનડે સિરીઝમાંથી ભારતીય ટીમના આ બે ખેલાડીઓ થયા બહાર
ગાયકવાડ ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમ્યા
ગાયકવાડનું ટેસ્ટ કરિયર 1975થી 1987 સુધીનું રહ્યું છે. આ દરમિયાને તેઓ ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમ્યા હતા. તેઓએ 40 ટેસ્ટમાં બે સદી અને 10 ફિફ્ટી સાથે 1985 રન ફટકાર્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. જ્યારે 15 વનડેમાં તેમના 269 ૨ન અને એક વિકેટ લીધી હતી. ત્યારબાદ ગાયકવાડ 1997થી 1999 અને પછી 2000માં ભારતીય ટીમના કોચ બન્યા. ગાયકવાડ એ સમયે ભારતીય ટીમના કોચ હતા જ્યારે અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે એક ઈનિંગમાં 10 વિકેટ લેવાનું કારનામું કર્યું હતું. ગાયકવાડના નેતૃત્વમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ડોમેસ્ટિક સીરિઝ 2-1થી જીતી હતી જ્યારે ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝ ડ્રો રહી હતી. તેઓ બરોડા તરફથી ઘરઆંગણાનું ક્રિકેટ રમ્યા હતા અને ગુજરાતની રણજી ટ્રોફી ટીમના કોચ પણ રહ્યા હતા.
આ પણ વાંચો -Paris Olympics2024 : તરુણદીપ રાયનું નિરાશાજનક પ્રદર્શન, રાઉન્ડ ઓફ 64માં મળી હાર