Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : દુમાડ તળાવનું બ્યુટીફીકેશન ખખડી ગયું

VADODARA : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VADODARA - VMC) દ્વારા થોડા સમય પહેલા શહેર નજીક આવેલા સાત ગામોનો નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેઓને પાલિકામાં સમાવિષ્ટ કરી તેઓને લાભો મળશે, તેવી હૈયા ધારણા જે તે વખતે આપવામાં આવી હતી. જો...
vadodara   દુમાડ તળાવનું બ્યુટીફીકેશન ખખડી ગયું

VADODARA : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VADODARA - VMC) દ્વારા થોડા સમય પહેલા શહેર નજીક આવેલા સાત ગામોનો નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેઓને પાલિકામાં સમાવિષ્ટ કરી તેઓને લાભો મળશે, તેવી હૈયા ધારણા જે તે વખતે આપવામાં આવી હતી. જો કે હાલમાં ડુમાડ ચોકડી પાસે તળાવમાં લાખો રૂપિયાના ખર્ચે કરાવેલ બ્યુટીફિકેશન ઉપર પાણી ફરી વળ્યું છે. બ્યુટીફીકેશન રીતસરનું ખખડી ગયું હોવાનું જોવા મળી રહ્યું છે. આમ, વરસાદે પાલિકાની વધુ એક બોદી કામગીરીની પોલ ખોલી કાઢી છે.

Advertisement

તળાવના પાળા તુટી ગયા

વડોદરા મહાનગરપાલિકામાં શહેર નજીક આવેલા સાત ગામોના સમાવેશ બાદ થયા હતા. ગ્રામજનોએ પાલિકામાં સમાવેશ નહીં કરવા માટે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો. જો કે તેમનું કંઇ ચાલ્યું ન્હતું. પરંતુ હાલ આ સમાવેશ કરાયેલા ગામોની પણ હાલત હવે પાલિકા તંત્રના પાપે કફોડી બનવા પામી છે. શહેર નજીક આવેલ દુમાડ તળાવમાં પણ તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું. જો કે હાલમાં તેના પાળા તૂટી ગયા છે. આ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. લોખંડની એંગલો પણ તૂટી પડી છે. લોકોમાં પણ અકસ્માતની રહી છે.

Advertisement

લોકોના પૈસાનો વેડફાટ

લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા બાદ પણ તળાવની માવજત કરવામાં તંત્ર તદ્દન નિષ્ફળ રહ્યું છે. ત્યારે કમર તોડવેરો ભરતા નાગરિકોના પૈસાનો વેડફાટ થતો જોવા મળ્યો છે. દુમાડ ખાતે આવેલા તળાવમાં લોકોના પૈસાનો વેડફાટ થતાં સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે છૂપો રોષ ફેલાયો છે. આવા નબળા કામ કરનારા કોન્ટ્રાક્ટરો પાસેથી મોટી પેનલ્ટી વસુલી તેમની સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો -- VADODARA : સાંસદ-ધારાસભ્યો PM મોદી અને ગૃહમંત્રીને મળ્યા, જાણો કઇ માંગ મુકી

Advertisement

Tags :
Advertisement

.