Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : D-Mart માંથી ખરીદેલી કેકનો કલર બદલાયો

VADODARA : વડોદરા (VADODARA) ના અકોટા વિસ્તારમાં આવેલી ડી માર્ટ (AKOTA D-Mart) સુપર સ્ટોરમાંથી ખરીદેલી પેક્ડ કેકમાં ફૂગ લાગી ગઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગ્રાહકે રૂ. 60 ની કિંમતની પ્લાસ્ટીકમાં પેક કરેલી કેક ખરીદી હતી. જેને ઘરે જઇને જોતા...
vadodara   d mart માંથી ખરીદેલી કેકનો કલર બદલાયો

VADODARA : વડોદરા (VADODARA) ના અકોટા વિસ્તારમાં આવેલી ડી માર્ટ (AKOTA D-Mart) સુપર સ્ટોરમાંથી ખરીદેલી પેક્ડ કેકમાં ફૂગ લાગી ગઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગ્રાહકે રૂ. 60 ની કિંમતની પ્લાસ્ટીકમાં પેક કરેલી કેક ખરીદી હતી. જેને ઘરે જઇને જોતા તેમાંથી એક ભાગે લીલો થઇ ગયેલો હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેમાં ફૂગ લાગી ગઇ હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી પીરસવામાં આવેલા ખાદ્ય પદાર્થોમાંથી ગોલમાલ ઝડપાઇ હતી. હવે પેક્ડ ફૂડ આઇટમમાં પણ તે શરૂ થઇ ગયું હોવાનું લાગી રહ્યું છે. હવે આ પ્રકારના કિસ્સાઓ રોકવા માટે તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યુૂં.

Advertisement

ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

વડોદરા સહિત રાજ્યભરમાં પીસરવામાં આવેલા જમવામાંથી મકોડા, મચ્છર, ગરોળી, સહિતના જીવ-જંતુઓ નિકળ્યાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. જે બાદ સરકાર દ્વારા ફ્લાઇંગ સ્કવોર્ડ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તે વચ્ચે દેશભરમાં જાણીતા ડિ માર્ટ સુપર સ્ટોરની અકોટા ખાતે આવેલા આઉટલેટમાંથી ગ્રાહકે ખરીદેલી પેક્ડ કેકમાં ફૂગ લાગેલી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સા પરથી સાબિતી મળે કે, પીરસવામાં આવેલા ખાદ્ય પદાર્થની સાથે હવે પેક્ડ ખાદ્ય પદાર્થોમાં પણ લોકોએ સાવચેતી રાખવી પડશે.

Advertisement

કેટલા સમયમાં કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું

આ અંગે પ્રાપત વિગતો અનુસાર, ગ્રાહકે 7 ઓગસ્ટના રોજ અકોટા ડી માર્ટમાંથી જીવન જરૂરીયાતની વસ્તુઓ સાથે પેક્ડ કેકની ખરીદી કરી હતી. આ પેક્ડ કેક ઘરે જઇને ખાવા માટે ખોલતા તેમાંથી એક ભાગ લીલા કલરનો થઇ ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ફૂગ લાગી ગઇ હોવાનો અંદાજો લગાડવામાં આવ્યો હતો. લોકજાગૃતિ માટે ગ્રાહકે આ ઘટનાની માહિતી સોશિયલ મીડિયા મારફતે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. રેસ્ટોરેન્ટમાં કોઇ ગોલમાલનો વીડિયો સામે આવે તો તુરંત પાલિકાની ટીમો દ્વારા તપાસ કરવામાં આવે છે, હવે પેકીંગ કરેલી ફૂડ આઇટમમાં લોચા સામે આવતા કેટલા સમયમાં તેના પર કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : દુમાડ તળાવનું બ્યુટીફીકેશન ખખડી ગયું

Tags :
Advertisement

.