VADODARA : શહેરને સુશોભિત રાખતા પાલિકાના ગાર્ડનમાં લાઇટો ગુલ
VADODARA : આખા શહેરને લાઇટો વડે સુશોભિત કરતા વડોદરા પાલિકા (VADODARA - VMC) ના દિવાળીપુરા ગાર્ડન (DIWALIPURA GARDEN) માં લાઇટો ગુલ થતા ચાલવા આવતા સિનિયર સિટીઝન ટોર્ચ લાઇટના સહારે રહેવા મજબુર બન્યા હતા. હાલ દિવાળી વેકેશન ચાલતું હોવાથી બાળકો પણ મોટી સંખ્યામાં ગાર્ડનમાં રમવા આવતા હોય છે. પરંતુ તેમને નિરાશ થવાનો વારો આવ્યો હતો. લાઇટ અંગેની ઓપરેટરને પુછતા તેણે અયોગ્ય વર્તન કર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ અગાઉ પણ આ ગાર્ડનમાં લાઇટો ગુલ થવાના મામલે ચર્ચામાં આવ્યું હતું.
પાલિકા દિવાળીપુરા ગાર્ડનમાં લાઇટો ઉપલબ્ધ કરાવી ના શક્યું
તાજેતરમાં વડોદરામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ત્યાર બાદ દિપાવલી પર્વ આવતું હોવાથી શહેરમાં ક્યારે ના જોઇ હોય તેવી સાફસફાઇ અને લાઇટોનું આકર્ષણ ઉભુ કરવામાં આવ્યું હતું. જો કે, શહેરભરને ચમકાવનારૂ પાલિકા દિવાળીપુરા ગાર્ડનમાં લાઇટો ઉપલબ્ધ કરાવી ના શક્યું હોવાનું સામે આવ્યું છે. હાલ દિવાળી વેકેશન ચાલતું હોવાથી બાળકો સાંજ પડ્યે મોટી સંખ્યામાં બાગમાં રમવા આવતા હોય છે. સાથે જ સિનિયર સિટીઝન ખાસ કરીને બાગની મુલાકાત નિયમીત પણે લેતા હોય છે. અને સ્વાસ્થ્ય પ્રેરક એક્ટીવીટીમાં મોટી સંખ્યામાં જોડાતા હોય છે.
ટોર્ચ લાઇટના સહારે ચાલવું પડ્યું
આ વચ્ચે ગતરોજ શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં લાઇટો ગુલ થઇ જવાની ઘટના સામે આવી હતી. લાઇટો ગુલ થઇ જવાના કારણે સાંજના સમયે વોક કરવા આવેલા સિનિયસ સિટીઝન ગ્રુપના સભ્યોએ ટોર્ચ લાઇટના સહારે ચાલવું પડ્યું હતું. જેમ જેમ અંધારૂ વધતું ગયું તેમ તેમ લોકો બાગમાંથી બહાર નીકળવાના શરૂ થઇ ગયા હતા.
ઓપરેટરને પુછતા તેણે અયોગ્ય વર્તન કર્યું
સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, આ વિસ્તાર શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટનો મતવિસ્તાર લાગે છે. સાંજના સમયે લાઇટ ના હોવાના કારણે તે માટે ઓપરેટરને પુછતા તેણે અયોગ્ય વર્તન કર્યું હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. હવે આ મામલે ગાર્ડનની નિયમીત મુલાકાત લેતા લોકોની સુવિધા માટે પાલિકા તંત્ર કેટલા સમયમાં, અને શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : ફરજ ઉપર સતત ગેરહાજર રહેનારા ત્રણ સરકારી કર્મીઓને પાણિચું