Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ફરજમાં "મનમાની" કરતા 9 શિક્ષકો સામે કડક કાર્યવાહીની તૈયારી

VADODARA : રાજ્ય (GUJARAT) માં આજકાલ ફરજમાં મનમાની કરતા ગુલ્લેબાજ શિક્ષકોનો મુદ્દો ભારે ચગ્યો છે. અનેક શિક્ષકો વિદેશમાં હોવા છતાં અહીં તેમની ફરજ શાળામાં બોલતી હોવાના અત્યંત ચોંકાવનારા કિસ્સાઓ સપાટી પર આવવા પામ્યા છે. આ વચ્ચે વડોદરા (GUJARAT) જિલ્લાની પ્રાથમિક...
vadodara   ફરજમાં  મનમાની  કરતા 9 શિક્ષકો સામે કડક કાર્યવાહીની તૈયારી

VADODARA : રાજ્ય (GUJARAT) માં આજકાલ ફરજમાં મનમાની કરતા ગુલ્લેબાજ શિક્ષકોનો મુદ્દો ભારે ચગ્યો છે. અનેક શિક્ષકો વિદેશમાં હોવા છતાં અહીં તેમની ફરજ શાળામાં બોલતી હોવાના અત્યંત ચોંકાવનારા કિસ્સાઓ સપાટી પર આવવા પામ્યા છે. આ વચ્ચે વડોદરા (GUJARAT) જિલ્લાની પ્રાથમિક શાળાઓના 9 શિક્ષકો સામે કડક કાર્યવાહીની તૈયારીઓ થઇ રહી છે. તે પૈકી 7 શિક્ષકો વિદેશમાં અને 2 શિક્ષકો બીમાર હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આ શિક્ષકો ગેરહાજર રહેતા તમામને જે તે સમયે શિસ્તભંગ ની નોટીસ આપવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આવનાર સમયમાં આ શિક્ષકોને ટર્મિનેટ કરવા સુધીની કાર્યવાહી કરવાની તૈયારી તંત્રએ આરંભી દીધી છે.

Advertisement

શિક્ષકોની લાપરવાહીનો કિસ્સો સામે આવ્યો

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે બિનઅધિકૃત રીતે શાળામાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાર્યવાહી કરવા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ આપ્યા હતા. જેમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાયદાકીય પગલા લેવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ વડોદરા જિલ્લામાં પણ આ પ્રકારની શિક્ષકોની લાપરવાહીનો કિસ્સો સામે આવવા પામ્યો છે.

શિસ્ત ભંગની નોટીસ આપવામાં આવી

જે અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જે તે સમયે વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓના નવ શિક્ષકો સામે શિસ્ત ભંગની નોટીસ આપવામાં આવી હતી અને એ આ શિક્ષકો સામે બે જ દિવસમાં ટર્મિનેટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે હાલ કુલ વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓના 9 શિક્ષકો જેમાં સાત વિદેશ છે અને બે શિક્ષકો બીમાર છે આ તમામ શિક્ષકો છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી ગેરહાજર છે આ કુલ નવ શિક્ષકોમાં પાદરા- 4 કરજણ-4 ચાર અને વડોદરા ગ્રામ્ય-1 એમ કુલ મળીને 9 સામે ટર્મિનેટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : દશામાં ની મૂર્તિઓના વિસર્જનની તૈયારીઓમાં તંત્ર કાચુ પડ્યું

Advertisement
Tags :
Advertisement

.